- ભારતમાં નહીં હવે UAEમાં રમાશે ટી20 વર્લ્ડ કપ
- ભાગ લેનારા લોકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય
- BCCI જ ટી 20 વર્લ્ડ કપ 2021ના યજમાન રહેશે
નવી દિલ્હી : ભારતમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)ને કોરોના સંક્રમણને કારણે સ્વાસ્થ્ય સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને UAEમાં રમાડવામાં આવશે, તેમ BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ સોમવારે જણાવ્યું હતું.
તમામ ખેલાડી અને ભાગ લેનારા લોકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો નિર્ણય
ગાંગુલીએ જણાવ્યું હતું કે, અમે ICCને સત્તાવાર રીતે જાણ કરી છે કે ટી 20 વર્લ્ડ કપ સંયુક્ત આરબ અમીરાતમાં સ્થાનાંતરિત થઈ શકે છે. આ નિર્ણય તમામ ખેલાડી અને ભાગ લેનારા લોકોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
BCCI જ ટી 20 વર્લ્ડ કપ 2021ના યજમાન રહેશે
BCCI જ ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)ના યજમાન રહેશે. 17 ઓક્ટોબરની તારીખ હંગામી ધોરણે નક્કી કરવામાં આવી છે. ગાંગુલીએ જણાવ્યું હતું કે, અમે કેટલાક દિવસોમાં પ્રવાસની વિગતોની ફાઇનલ યાદી જાહેર કરીશું. 17 ઓક્ટોબરના રોજ ટી 20 વર્લ્ડ કપ શરૂ થશે એવું હાલ નક્કી નથી. ICCના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી છે કે, અંતિમ સમયપત્રક માટે ગ્લોબલ બોડી દ્વારા હજૂ આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.
કોરોના સંક્રમણને કારણે IPL 2021 મુલતવી રાખવાની ફરજ પડી
ICCએ મહિનાની શરૂઆતમાં BCCIને દેશમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટી ઇવેન્ટનું આયોજન કરી શકે છે કે કેમ તે અંગે નિર્ણય લેવા અને જાણ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. જે બાદ કોરોના સંક્રમણને કારણે IPL 2021 મુલતવી રાખવાની ફરજ પડી હતી. જેની આગામી મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં યોજવામાં આવશે.
ખેલાડીઓ અને અન્ય હિસ્સેદારોની સલામતી સર્વોચ્ચ મહત્વની છે - BCCI સેક્રેટરી જય શાહ
BCCI સેક્રેટરી જય શાહે તમામ રાજ્ય બોર્ડને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું કે, ખેલાડીઓ અને અન્ય હિસ્સેદારોની સલામતી સર્વોચ્ચ મહત્વની છે. તેને ધ્યાનમાં રાખીને ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) UAEમાં રમાડવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણય સરળ ન હતો અને અમે મહિનાઓ સુધી કોરોના પરિસ્થિતિ પર નજર રાખી છે.
આ પણ વાંચો -
- IPL 2021: ' ભારતમાં રહેવું ખુબજ ભયાનક હતું', ઘરે પહોંચતાની સાથે જ વોર્નરનું મોટું નિવેદન
- COVID-19: ICCએ ટી-20 વિશ્વ કપ 2020ને સ્થગિત કરવાની કરી જાહેરાત
- ICCએ આગામી T-20 ક્રિકેટ વર્લ્ડ કપના અંગે જુલાઈ સુધી નિર્ણય મોકૂફ રાખ્યો
- T20 World Cup 2021 ભારતમાં યોજાશે
- UAEમાં બાકી રહેલી IPL મેચો રમાશે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થશે ટૂર્નામેન્ટ
- IPL 2021ના બીજા ભાગમાં ધોનીની શ્રેષ્ઠ પ્રદર્શન શકે છે: દિપક ચહર
- UAEમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થઈ શકે છે IPL 2021નો બીજો તબક્કો