રોહિત શર્મા અને લોકેશ રાહુલે રવિવારના રોજ ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાન પર પાકિસ્તાન સાથે થઈ રહેલા ICC વર્લ્ડ કપમાં પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશીપ કરી છે. આ વર્લ્ડ કપમાં ભારતની અત્યાર સુધીની સૌથી મોટી અને બીજી સદીની ભાગીદારી છે.
રાહુલે 136 રન પર વાહબ રિયાઝના બોલ દ્વારા બાબર આઝમનો શિકાર બન્યો હતો. રાહુલને 57 રન બનાવ્યા છે. ભારત તરફથી આ વર્લ્ડ કપમાં બીજી શતકીય ભાગીદારી છે. આની પહેલા રોહિત શર્મા અને શિખર ધવન લંડનના ધ ઓવલ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 127 રન જોડ્યા હતા.
ધવને તે જ દાવમાં સદી ફટકારી હતી અને તે જ ઇનિંગ દરમિયાન ધવનને અંગૂઠામાં ઈજા થઈ હતી અને તેથી તે 21 દિવસ માટે મેદાનમાંથી બહાર છે. તેના સ્થાન પર રિષભ પંતને ટીમમાં સમાવવામાં આવ્યો છે. જ્યારે તેની જગ્યાએ રાહુલને ઇનિંગ્સ શરૂ કરી હતી.