ETV Bharat / sports

રાજકોટવાસીઓ માટે ખુશખબર, 2 ઈન્ટરનેશનલ મેચ રમાશે ખંડેરી સ્ટેડિયમમાં

રાજકોટઃ ગુજરાત સહિત રાજકોટના ક્રિકેટ રસિયાઓ માટે BCCI તરફથી સારા સમાચાર આવ્યા છે. T20ની બે ઈન્ટરનેશનલ મેચ રાજકોટનાં ખંડેરી સ્ટેડિયમમા રમાડવાનું BCCIએ નક્કી કર્યુ છે. આ બે પૈકી એક મેચ નવેમ્બર માસમાં અને બીજી મેચ જાન્યુઆરી મહિનામાં રમાશે.

રાજકોટવાસીઓ માટે ખુશખબર, 2 ઈન્ટરનેશનલ મેચ રમાશે ખંડેરી સ્ટેડિયમમાં
author img

By

Published : Jun 4, 2019, 2:06 AM IST

રાજકોટમાં આગામી દિવસોમાં બે ઇન્ટરનેશનલ મેચ રમાશે. જેથી ફરી એકવાર રાજકોટવાસીઓ ક્રિક્રેટના રંગમાં રંગાઈ જશે. છેલ્લી IPL સીઝન દરમિયાન એક પણ મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમાં યોજાઈ નહોતી. જેના કારણે રાજકોટવાસીઓ નિરાશ થયા હતા. પરંતુ હવે તેમની નારાજગીનો અંત આવ્યો છે.

cricket
રાજકોટવાસીઓ માટે ખુશખબર, 2 ઈન્ટરનેશનલ મેચ ખંડેરી સ્ટેડિયમમાં રમાશે

આગામી સમયમાં બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસે આવશે. જેમાં 2 ટેસ્ટ મેચ અને ત્રણ T20 મેચ રમાવાની છે. જે પૈકી બીજી T20 મેચ રાજકોટમાં રમાશે.આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ દરમિયાન ત્રણ વન ડે પૈકી બીજી વન ડે મેચ રાજકોટમાં રમાશે. રાજકોટમાં પહેલી મેચ નવેમ્બર મહીનામાં તો બીજી મેચ જાન્યુઆરી માસમાં રમાશે. BCCI એ આ મેચનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે.

રાજકોટવાસીઓને આંનદો, ખંડેરી સ્ટેડિયમને મળ્યા બે ઇન્ટરનેશનલ મેચ

રાજકોટઃ રાજકોટમાં ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં રાજકોટના ખંડેરી સ્ટેડિયમને બે મેચ મળનાર છે. જેમાં 7 નવેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 મેચ રમાશે. જ્યારે 17 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વન-ડે મેચ રમનાર છે. સમગ્ર કાર્યક્રમ BCCI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

રંગીલા રાજકોટમાં આગામી દિવસોમાં બે ઇન્ટરનેશનલ મેચ રમનાર છે. ત્યારે ફરી એકવાર રાજકોટવાસીઓ ક્રિક્રેટના રંગમાં રંગાઈ જશે. તાજેતરમાં જ આઇપીએલની સીઝન યોજાઈ હતી. જેમાં રાજકોટના ખંડેરી સ્ટેડિયમના ફાળે કોઈ મેચ આવ્યો નહતો જેના કારણે રાજકોટવાસીઓ નિરાશ થયા હતા. ત્યારે આગામી સમયમાં બાંગ્લાદેશ ભારતના પ્રવાસ દરમ્યાન ત્રણ T20 અને બે ટેસ્ટ મેચ રમશે, જેમાંથી બીજો T20 મેચ રાજકોટમાં રમાશે. 
ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ દરમ્યાન ત્રણ વનડે મેચ રમશે જેમાંથી બીજો વન્ડે રાજકોટમાં રમાશે. ઉલ્લેખનીય છે કે આગામી સિઝન માટે BCCIએ હોમ શેડ્યુલ જાહેર કર્યું છે જેમાં સેપ્ટમ્બર થી માર્ચ વચ્ચે સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડીઝ, ભારતમાં રમશે.

નોંધઃ સ્ટેડિયમની ઇમેજ મોકલાવેલ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.