ભારતીય ટીમના અનુભવી ખેલાડી દ્રવિડે કહ્યું કે, “પાછલા વર્ષે ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાનના અનુભવના આધાર પર મને લાગે છે કે, આ વિશ્વ કપમાં મોટા સ્કોર બનશે. મોટા સ્કોરવાળા વિશ્વ કપમાં વચ્ચેની ઓવરોમાં વિકેટ લેનાર બોલરની હાજરી મહત્વની રહેશે. મને લાગે છે કે, ભારત આ સંદર્ભમાં ભાગ્યશાળી છે.”
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું કે, "જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા વિકેટ લેનારા બોલરો ટીમને મજબૂતી આપશે. હાઇ સ્કોરિંગ મેચોમાં જો આપણી પાસે મિડલ ઓવરોમાં વિકેટ લેનાર બોલરો છે, તો તેઓને મોટો સ્કોર બનાવતા રોકી શકાશે."
ભારત વિશ્વકપમાં પોતાની પહેલી મેચ 5 જૂને સાઉથ આફ્રીકા સાથે રમશે. આ પહેલા ભારતીય ટીમ 25 મેએ ન્યૂઝિલેન્ડ સાથે અને 25 મેએ બાંગ્લાદેશ સાથે પ્રેક્ટિસ મેચ રમશે.