- યુવરાજે અપાવી 2007ના ટી-20 વર્લ્ડ કપની યાદ
- જાંડેર ડી બ્રુયનની ઓવરમાં ફટકાર્યા 4 છગ્ગા
- સાઉથ આફ્રિકા લિજેન્ડસ સામેની મેચમાં યુવરાજે ફટકારી 6 સિક્સર
રાયપુર: ભારતીય ટીમનો પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ફરી એકવાર જૂની શૈલીમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેમણે શનિવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં જે રીતે બેટિંગ કરી તેમણે 2007ના ટી-20 વર્લ્ડ કપની યાદ અપાવી દીધી હતી. યુવરાજે સાઉથ આફ્રિકા લિજેન્ડ્સ સામેની મેચમાં ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી.
આ પણ વાંચો: સચિનને યુવરાજની નવી ચેલેન્જ, કહ્યું- હવે સદી ફટકારીને બતાવો
યુવરાજે 2007માં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી
યુવરાજે ટી 20 વર્લ્ડ કપની તે ઇનિંગની યાદ અપાવી હતી જ્યારે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. યુવરાજસિંહે શનિવારે સાઉથ આફ્રિકા લિજેન્ડસના બોલર જાંદેર ડી બ્રુયનની ઓવરમાં આ સિદ્ધી કરી હતી.
જાંડેર ડી બ્રુયનની ઓવરમાં ફટકાર્યા 4 છગ્ગા
જાંડેર ડી બ્રુયને ઇનિંગ્સની 18 મી ઓવર નાખી હતી. યુવરાજે ઓવરનો પ્રથમ બોલ ડોટ બોલ રમ્યો હતો. આ પછી, તેણે પછીના ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી.
આ પણ વાંચો: કોવિડ-19 વિરુદ્ધ લડાઈમાં યુવરાજ સિંહે દાનમાં આપ્યા 50 લાખ
યુવરાજ ઇનિંગમાં 22 બોલનો સામનો કરી 52 પર અણનમ રહ્યો
યુવરાજે ઇનિંગમાં 22 બોલનો સામનો કર્યો હતો અને અણનમ 52 રન બનાવ્યા હતા. તેણે બે ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ ઉપરાંત સચિન તેંડુલકર પણ રંગમાં જોવા મળ્યો હતો. તેમણે 60 રન બનાવ્યા હતા. યુવરાજ અને સચિનની અડધી સદીને કારણે ઈન્ડિયા લિજેન્ડ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 204 રન બનાવ્યા હતા.