BCCIએ સક્રિય ખેલાડીઓને વિદેશી T-20 લીગમાં ભાગ લેવાની મનાઈ ફરમાવી છે. યુવરાજ સિંહે સમગ્ર દેશની રમતનમાં ભાગ લેવા માટે સંન્યાસની જાહેરાત કરી છે. આ પહેલા સંન્યાસ લીધા બાદ વીરેન્દ્ર સિંહ સહેવાગ અને ઝાહીર ખાન જેવા ક્રિકેટર UAEમાં રમાયેલી T-20મેચમાં ભાગ લીધો હતો.
![યુવરાજ સિંહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3605422_jjjl.jpg)
ગત્ત સપ્તાહ સંન્યાસની જાહેરાત સમયે યુવરાજ સિંહે કહ્યુ હતુ કે, તે વિદેશી T-20 લીગ રમશે. તેમણે કહ્યુ કે, હું T-20 કિક્રેટ રમવા માંગું છું. હું મનોરંજન માટે ક્રિકેટ રમી શકું છું. હું મારી જીંદગીનો આનંદ ઉઠાવવા માંગું છું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPL વિશે વિચારવું ઘણું તણાવપૂર્ણ છે.
![યુવરાજ સિંહ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3605422_uuu1.jpg)
ચંદીગઢમાં વર્ષ 1981માં જન્મેલ યુવરાજે ભારત માટે 40 ટેસ્ટ, 304 વન-ડે અને 58 T-20 મેચ રમી છે. ટેસ્ટમાં યુવરાજ સિંહે 3 સદી અને 11અર્ધશતકની મદદથી કુલ 1900 રન બનાવ્યા છે. જ્યારે વન-ડેમાં 14 સદી અને 52 અર્ધશતકની મદદથી 8701 રન બનાવ્યા છે.