ETV Bharat / sports

‘તલવારે જબ વો લહેરાયે..’,જુઓ જાડેજાની તલવારબાજી અને માઇકલ વૉની રમુજી કોમેન્ટ - પત્ની અનુષ્કા શર્મા

હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે આજે આ લોકડાઉનનો 19મો દિવસ છે. લોકડાઉન વચ્ચે અવાર નવાર કોઈ સેલીબ્રીટી દ્વારા પોતાના ઘરના અથવા તો પોતાની કામકાજ અંગેના વિડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર એવા રવિન્દ્ર જાડેજાએ પણ તલવારબાજીનો એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો પર ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉએ એક રમુજી ટિપ્પણી કરી હતી.

'Your grass needs a mow': Michael Vaughan trolls Ravindra Jadeja
તલવારે જબ વો લહેરાયે..,જુઓ જાડેજાની તલવારબાજી
author img

By

Published : Apr 13, 2020, 3:33 PM IST

નવી દિલ્હીઃ હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે આજે આ લોકડાઉનનો 19મો દિવસ છે. લોકડાઉન વચ્ચે અવાર નવાર કોઈ સેલીબ્રીટી દ્વારા પોતાના ઘરના અથવા તો પોતાની કામકાજ અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર એવા રવિન્દ્ર જાડેજાએ પણ એક વીડિયો અપલોડ કર્યો છે.

રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘરની ટેરેસ પર તલવાર ફેરવતા હોય એવો એક વીડિયો બનાવ્યો છે. આ વીડિયો જાડેજાએ પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ આ વીડિયોમાં એક ગીત બેગ્રાઉન્ડ તરીકે મૂક્યું છે...બ્લોક બસ્ટર ફિલ્મ એવી બાહુબલીનું. જેનું ગીત છે 'તલવારે જબ વો લહેરાયે'.

આ વીડિયો પર ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉએ એક રમુજી ટિપ્પણી લખી હતી, "રૉકસ્ટાર તમારી લૉનને કાપવાની જરૂર છે." જેનો જાડેજા જવાબ આપ્યો કે, "હા, પણ મને ખબર નથી, કેવી રીતે કાપી શકાય? કોરોના વાઇરસની અસર છે."

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ આ વીડિયો પોતાના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કર્યો હોવાથી ગણતરીની મિનિટોમાં બે હજારથી પણ વધુ શેર થયો હતો. આ સાથે જ હજારોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ પણ આ વીડિયોને મળી હતી.ઉલ્લેખનીય છે કે, થોડા સમય ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માનો પણ એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પત્ની અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલીના હેર કટ કરી રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.