1996ની વિજેતા શ્રીલંકા ટીમ પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે. શ્રીલંકાની ટીમ 2 મેચમાં જીત અને 2 મેચ વરસાદને કારણે રદ થઈ છે. જો આજની મેચમાં તે દક્ષિણ આફ્રિકાને હાર આપે તો 2 અંક સાથે પોઈન્ટ ટેબલમાં 5મું સ્થાન પ્રાપ્ત કરશે.
![શ્રીલંકા ટીમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3686961_jkjjj.jpg)
દક્ષિણ આફ્રિકાની ટીમે 1992માં પ્રથમ વખત વર્લ્ડ કપમાં પગ રાખ્યો હતો. આજ સુધીમાં વર્લ્ડ કપમાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યુ છે. દક્ષિણ આફ્રિકાને કુલ 7 મેચમાંથી માત્ર 1મેચમાં જીત મળી છે. ફાફ ડુ પ્લેસિસની કેપ્ટનશીપ હેઠળ દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં 9માં સ્થાન પર છે.
![શ્રીલંકા ટીમ અને દક્ષિણ આફ્રિકા ટીમ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3686961_hk.jpg)
ટીમની બેટિંગ સમગ્ર ટુર્નામેન્ટમાં નિરાશાજનક રહી છે. બોલરમાં કાગિસો રબાડા અને લુંગી નાગિદીએ બૉલિંગમાં સારું પ્રદર્શન કર્યુ છે. પરંતુ તેમની મહેનત નિરર્થક સાબિત થઈ રહી છે.
સંભવિત ટીમ :
દક્ષિણ આફ્રિકા : ફાફ ડુપ્લેસિસ , ડેવિડ મિલર, એડિન માર્કરામ, હાશિમ અમલા, રાસી વેન ડેર ડુસેન, ક્વિટન ડિકોક, કાગિસો રબાડા , લુંગી નાગિદી, ઈમરાન તાહિર, તબરેજા શમ્સી , જેપી ડુમિની, આંન્દિલ ફેહુલકાયો, ડ્વયાન પ્રીટોરિયસ, ક્રિસ મૌરિસ.
શ્રીલંકા : દિમુથ કરુણારન્તે, અવિશ્કા ફનાડરે, લાહિર થિરિમાન, એન્જેલો મૈથ્યૂજા, ધનજય ડી સિલ્વા, ઈસુરુ ઉદાના, મિલિન્દા શ્રીવર્દના, થિસારા પરેરા, જીવન મેન્ડિસ , કુશલ પરેરા, કુશલ મેન્ડિસ , જૈફ્રી વેન્ડરસે, લસિથ મલિગા, સુરંગા કમલમ, નુવાન પ્રદીપ.