મેલબોર્ન: ક્રિકેટ ટીમમાં ભારતીય ટીમનો હારનો સીલસીલો યથાવત રહ્યો છે પછી તે પુરૂષ વર્ગની ટીમ હોય કે વુમન્સ ટીમ હોય. ટીમની હાર યથાવત છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વુમન્સ ટીમ વચ્ચે મેલબોર્ન ખાતે T-20 મેચ રમાઇ રહી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યાં હતાં. જેમાં પ્લેયર મૂનીએ આક્રમક બેટિંગ કરતા 71 રન ફટકાર્યા હતા.
જેના જવાબમાં ભારતીય ટીમે બેટિંગ હાથ ધરતા 144 રન પર જ સમેટાઇ ગઇ હતી. જેમાં મંધનાએ બેટિંગ કરતા 66 રન ફટકાર્યા હતાં. આ ઉપરાંત કોઇ બીજા બેટ્સમેન કંઇ ખાસ સ્કોર કરી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયાની બોલરની જો વાત કરવામાં આવે તો સ્પિનર જેસએ 4 ઓવરમાં 12 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં જ 21 ફેબ્રુઆરીથી વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે. જેમાં 5-5ના બે ગૃપ ટકરાશે. જેમાં પ્રથમ મેચમાં જ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ટકરાશે.