સિડની : દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે ICC મહિલા ટી 20 વિશ્વ કપમાં ગ્રુપ Bની મેચ મંગળવારે વરસાદના કારણે રદ્દ થઇ હતી. સેમીફાઇનલના રોજ વરસાદ થવાની સંભાવના છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અફ્રિકા વચ્ચે પણ સેમીફાઇનલ રમવામાં આવશે. જો વરસાદના કારણે સેમીફાઇનલ રદ્દ થાય તો ભારત અને દક્ષિણ અફ્રિકા ફાઇનલમાં પહોંચશે. એક વેબસાઇટમાં કહ્યું હતું કે, જો બન્ને સેમીફાઇનલ ન થાય તો આ ટુર્નામેન્ટ માટે દુખ:દ સમાચાર હશે. આવી સ્થિતીમાં રિઝર્વ ડે તે એક ખુબ ઉપયોગી હોય છે. પણ જો વરસાદ આવે તો તે ટુર્નામેન્ટ માટે શર્મની વાત છે.
તેણે વધુમાં કહ્યું કે, પુરૂષ ટી 20 વિશ્વકપ માટે પણ આજ પરિસ્થિતી છે. જો આવું થયું તો ખુબ જ શર્મજનક વાત હશે.