લંડનઃ ઈંગ્લેન્ડ એન્ડ ક્રિકેટ બોર્ડ(ECB)એ શુક્રવારે પુષ્ટી કરી છે કે, ઈયાન વોટમોર બોર્ડના નવા ચેરમેન બનશે.
61 વર્ષીય વોટમોરે આરોગ્ય કારણો જણાવી નવેમ્બર 2018માં ઈંગ્લિશ ફુટબોલ લીગના કાર્યકારી નિર્દેશકના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
ECBએ તેમને આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેરમેનનું પદ આપ્યું હતું અને હવે તે કોવિલ ગ્રેવ્સની જગ્યા લેશે.
જો કે, ECBએ પોતાના નિર્ણયની સમીક્ષા કરવા માટે મજબૂર થવું પડ્યું હતું. કારણ કે, ઈંગ્લિશ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે, EFLએ વોટમોરના પદ છોડ્યાના એક અઠવાડિયા પહેલાં જ એક સ્વતંત્ર તપાસ શરૂ કરી દીધી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, EFLના ક્લબોએ લીગ શરૂ કરવા માટે ધમકી આપી હતી અને વોટમોર તેમાં સામેલ હતા.
જો કે, ત્યારબાદ તપાસમાં વોટમોર નિર્દોશ જાહેર થયા હતા.
આ મહિનાના અંતમાં થનારી વાર્ષિક સામાન્ય બેઠકમાં મંજૂરી બાદ વોટમોર તાજેતરના ચેયરમેન ગ્રેવ્સની જગ્યા લેશે. ECBએ સાથે જ એ પણ પુષ્ટી કરી છે કે, ગ્રેવ્સનો કાર્યકાળ 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ ગયો છે.