નવી દિલ્હીઃ ભારતના ઓફ સ્પિનર હરભજન સિંહે ખુલાસો કર્યો છે કે, 2011ના વર્લ્ડ કપની યાદગાર જીત બાદ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટમાં સૌથી વધારે યાદગાર ઉપલબ્ધીઓમાની એકનું ઉજવણી કરવા માટે એટલા ખુસ હતા કે પોતાની આસપાસના લોકોની ચિંતા કર્યા વગર દરેકની સાથે ડાન્સ કરવા લાગ્યા હતા.
2 એપ્રિલ 2011એ એમ.એસ.ધોનીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમએ 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીતવા માટે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ભારત શ્રીલંકા વચ્ચે રમાઇ રહેલી ફાઇનલ મેચમાં શ્રીલંકાને હરાવવાનું હતું. માસ્ટર બ્લાસ્ટરએ ટ્રોફિ ઉપાડવા માટે 22 વર્ષની રાહ જોઇ હતી અને ફાઇનલના દિવસે તેમનું તે પૂર્ણ થયું હતું.
હરભજને કહ્યું કે, સચિન તેંડુલકરને મે તે દિવસે પહેલીવાર નાચતા જોયા હતા. તેમને પહેલીવાર તેમની આસપાસના લોકોની પરવાહ કર્યા વગર નાચતા હતા. તેમને દરેક સાથે આ ખુશીનો આનંદ લીધો હતો.
વધુમાં જણાવ્યું કે, મને યાદ છે કે તે રાત્રે હું મારા મેડલ સાથે સુતો હતો અને જ્યારે હુ ઉઠ્યો ત્યારે મને મેડલ મળ્યું મને બહુ સારૂ લાગ્યું.
તેંડુલકરે 2011 વર્લ્ડકપ જીતવાને પોતાના જીવનનો સોથી ગૈરવપૂર્ણ સમય કર્યો હતો. સિંહે આગળ કહ્યું કે, વર્લ્ડકપ જીત બાદ પહેલી વાર હતુ કે, તેઓ દરેકની સામે રોયા હતા.
એવુ કાંઇ હતુ કે જેનું અમે લોકોએ સપનું જોયું હતુ. આ એક અવિશ્વસનીય ભાવના હતી. હુ આજે પણ રોમાંચિત થઇ જાઉ છુ જ્યારે હુ તે સમયને યાદ કરૂ છું. હરભજન કહ્યું કે, વર્લ્ડકપ ઉપાડવો સાચુંમાં કંઇક ખાસ હતુ અને આ લગભગ પહેલીવાર હતુ જ્યારે હુ પણ દરેકની સામે પહેલીવાર રોયો હતો. મને ખબર નહોતી કે હુ કેવી પ્રતિક્રિયા આપું.