ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં રિચા ઘોષની પસંદગી કરવામાં આવી છે. રિચા સચિનની ફેન છે, પરંતું ધોનીની જેમ સિક્સ મારવાની કોશિશ કરતી રહે છે.
આ અંગે રિચાએ કહ્યું કે, મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું કે, આ બધુ આટલું જલ્દી થઇ જશે. ભારતીય ટીમમાં પંસદગી થવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. રિચાએ કહ્યું કે, મારા પહેલા આદર્શ હમેશા મારા પિતા રહ્યાં છે. જેમણે મને ક્રિકેટ રમતા શીખવાડ્યું. જે બાદ સચિન તેંડુલકર મારા હંમેશા આદર્શ રહેશે.
રિચાએ કહ્યું કે, મને ધોનીની જેમ સિક્સ મારવી પંસદ છે, સિક્સ ફટકારવાનો પ્રયત્ન કરતી રહું છું. બોલર કોઈ પણ હોય, બેટ હાથમાં હોય તો, કંઇ પણ કરી શકું છું. બંગાળની ટીમમાં રિચા ઝુલન ગોસ્વામીનો સાથ મળતો રહ્યો છે.
ભારતીય મહિલા ટીમ (T-20 વિશ્વ કપ)
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાન, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિંગ્સ, હરલીન દેઅલ, દિપ્તી શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, ઋચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકિપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રકાર, અરુંધતિ રેડ્ડી
ભારતીય મહિલા ટીમ (ત્રિકોણીય સીરિઝ)
ભારતીય મહિલા ટીમ (T-20 વિશ્વ કપ): હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાન, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિંગ્સ, હરલીન દેઅલ, દિપ્તી શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, ઋચા ઘોષ, તાનિયા ભાટિયા (વિકેટકિપર), પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રકાર, અરુંધતિ રેડ્ડી, નુજ્હત પરવીન