નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડમાં આગામી વર્ષે રમાનાર વર્લ્ડકપ ઝુલન માટે છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. ઝુલન ગોસ્વામી ભારતીય ટીમને મહિલા વર્લ્ડ કપ અપાવી ભારતનું વર્લ્ડ કપનું સપનું પૂરું કરવા માંગે છે, પરંતુ કોરોના લોકડાઉનને કારણે બધા જ પ્લાન પર પાણી ફરી ગયું છે.
ઝુલને કહ્યું કે, "લોકજાઉનમાં વિચારસરણી પ્રક્રિયા બદલાઈ છે. મેં મારી એક્સેસાઈઝ શરૂ કરી દીધી છે. મારા ઘરની આગળ ઘણી જગ્યા છે, જ્યાં હું દરરોજ સવારે એક્સેસાઈઝ કરુ છું. આ સમયે ઘરમાં રહી સકારાત્મક કેળવવાનો છે. વર્લ્ડ કપ માટે મોડું થવું વધારે સારું નથી. જેથી આગામી વર્ષ સુધીની યાત્રા સરળ રહેશે નહીં. એવો ઘણો સમય વિતી ગયો છે. જેમાં અમે મેદાન પર ગયા નથી. અમે મેચ રમી નથી. વર્લ્ડ કપ પહેલા તમે જે પણ મેચ રમશો તે જ ટીમ માટે યોગ્ય રહેશે.
ઝુલને કહ્યું કે, ટીમમાં મિશ્રણ શોધવું હશે તો વધુને વધુ મેચ રમવી પડશે. વર્લ્ડ કપ મોડા શરૂ થાય એના કરતાં સમયસર શરૂ થાય એ વધુ સારું છે.
ઝુલનનું માનવું છે કે, વર્લ્ડ કપ પહેલા યોગ્ય ટીમ સંયોજન મળવું ખૂબ જ મુશ્કેલ છે. આ ફક્ત ભારત માટે જ નહીં પરંતુ બાકીની ટીમો માટે પણ અધરું છે. જેનું સૌથી મોટું કારણ તમામ ટીમો રમતથી દૂર છે. ઝુલને એક સમાચાર એજન્સીને કહ્યું કે, લોકડાઉનથી શરૂઆતમાં બહુ સારું લાગતું નહોતું. અચાનક લોકડાઉનમાં જતા રહ્યાં. ધીરે ધીરે હવે આદત પડી ગઈ છે."