પકિસ્તાન: PCB(પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)ના અધ્યક્ષ એહસાન મનીએ જણાવ્યું હતું કે, બોર્ડને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે, પરંતુ પોતાનું અસ્તિત્વ અને નાણા એકઠા કરવા ભારતની જરૂર નથી. BCCIને વિશ્વાસ પાત્ર નહીં હોવાનું ગણાવતાં મનીએ જણાવ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલું તો મજબૂત છે કે, ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી રમ્યા વગર ટકી શકે.
PCBના મીડિયા વિભાગ દ્વારા જારી કરેલા પોડકાસ્ટમાં મનીએ જણાવ્યું કે, 'હું જાણું છું કે, ભારત રમવા નથી માગતું. આપણે તેમના વિના યોજના બનાવવી પડશે. અમારી સાથે એક-બે વાર રમવાનું વચન આપી પીછે હટ કરી છે.
2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે સંપૂર્ણ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. મનીએ કહ્યું કે, અમે તેમની સામે આઈસીસી ટૂર્નામેન્ટ્સ અને એશિયા કપમાં રમી રહ્યા છીએ એ પૂરતું છે. અમને ક્રિકેટ રમવામાં રસ છે. અમે રાજકારણ અને રમતગમતને અલગ રાખવા માગીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ શ્રેણી અંગે પૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, લાહોરમાં બરફવર્ષા થઈ શકે છે, પરંતુ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી નહીં થઈ શકે. વર્લ્ડ કપ અને આઈસીસી ટૂર્નામેન્ટોમાં બંને ટીમો ટકરાઈ શકે છે, પરંતુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીની સંભાવના નથી.
કપિલ દેવે શોએબ અખ્તરના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું કે, આ તેમનો પોતાનો મત છે. અમારે ભંડોળ એકત્ર કરવાની જરૂર નથી. અમારી પાસે પૂરતું ભંડોળ છે