એક પ્રમોશનલ કાર્યક્રમમાં જ્યારે તેમના સુપરહીરો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કોહલીએ કહ્યું હતું કે, 'મારા પિતા જીવતા હતા ત્યાં સુધી કે પસાર થયા પછી પણ મારા સુપરહીરો રહ્યા છે, ઘણાં લોકો તમને પ્રેરણા આપી શકે છે, પરંતુ જ્યારે કોઈ તમારી સામે દ્રષ્ટાંતરૂપ બને છે, ત્યારે તેની અસર અલગ હોય છે, જ્યારે હું નાનપણમાં ક્રિકેટ રમતો, ત્યારે તેઓ (મારા પાપા) મને એના જેવા દાખલા રજૂ કરતા જે મારી કારકિર્દી અંગેના નિર્ણયોથમાં મને મદદરૂપ થયા છે. તેઓ મને નવા અખતરા કરવાનું પણ કહેતા હતા. તેમના વ્યક્તિત્વ અને નિર્ણયોને કારણે મારું ધ્યાન કેન્દ્રિત હતું કે, સરળ માર્ગે નહીં પણ સખત મહેનતના કરી આગળ વધું.
30 વર્ષીય કોહલીથી પ્રેરિત એનિમેટેડ શ્રેણી 'સુપર વી'ના લોંચિંગમાં હાજર રહ્યો હતો. કોહલીની કેપ્ટનશીપ હેઠળ, ભારતે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0 થી જીતી દક્ષિણ આફ્રિકાનો વ્હાઈટ વોસ કર્યો હતો.