હૈદરાબાદઃ ચૈન્નાઈ સુપર કિંગ્સે પહેલા રાજસ્થાન રોયલ્સ અને તે બાદ દિલ્હી કેપિટલ્સ સામે સતત બીજી મેચમાં હારનો સામનો કર્યો છે. CSKના ચાહકો સુરેશ રૈનાને ટીમમાં પરત બોલાવવાની માગ કરી રહ્યા છે. ચૈન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને આ બાબતે સ્પષ્ટતા કરી છે.
ચૈન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને જણાવ્યું કે, સુરેશ રૈનાને ટીમમાં પરત લાવવો અશક્ય છે, કેમ કે તે તેની મરજીથી ટીમ બહાર છે અને અમે તેના આ નિર્ણયનો આદર કરીએ છીએ.
![સુરેશ રૈના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8954419_raina.jpg)
જ્યારે ચાહકોની નિરાશા અંગે વાત કરતા વિશ્વનાથને જણાવ્યું કે, CSK ટૂંક સમયમાં સારૂ પ્રદર્શન કરી ચાહકોને ખુશ કરશે. અમે નસીબદાર છીએ કે, અમને આટલો પ્રેમ કરવાવાળો ચાહક વર્ગ મળ્યો છે. હું ખાતરી આપું છું કે, ટીમ સારા પ્રદર્શન સાથે પરત ફરશે. આ રમત છે. તેમાં સારા અને ખરાબ દિવસો બન્ને આવે છે, પરંતુ અમારા ખેલાડીઓને ખબર છે કે, તેમને શું કરવાનું છે અને કેવી રીતે ચાહકોને ખુશ કરવાના છે.