IPL ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ ખત્મ થઇ ગઇ છે. BCCIના મુજબ IPL માટે ભારત સરકારે મંજુરી આપી દીધી છે. IPLની ફાઇનલ નક્કી છે. 19 સપ્ટેમ્બરના રોજ રમાનારી ટૂર્માનેન્ટની 10 નવેમ્બરના રોજ UAE ખાતે ફાઇનલ યોજાશે.
BCCIએ જણાવ્યું કે મહિલાઓની IPL પણ રમાડવામાં આવશે. IPLનો સ્પોન્સર યથાવત છે, મતલબ કે IPLના મુખ્ય પ્રાયોજકના રૂપે ચીની સ્પોન્સર વીવો યથાવત રહેશે.
IPL ફાઇનલ 10 નવેમ્બર
ટૂર્નામેન્ટ 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે જે 53 દિવસ સુધી ચાાલશે. IPL ફાઇનલ 10 નવેમ્બરના રોજ રમાશે. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે IPL આ વખતે 10 વખત ડબલ હેડર એટલે કે એક દિવસમાં બે મેચ રમાડશે.
સાંજે 7:30 કલાકે મેચ શરૂ
BCCIના એક અધિકારીના જણાવ્યાં અનુસાર સાંજના મેચ 7:30 કલાકે મેચ શરૂ થશે.