ETV Bharat / sports

ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી વનડે મેચઃ ઈંગ્લેન્ડને જીત માટે 330 રનનો લક્ષ્યાંક ભારતે આપ્યો

પુણેમાં રમાઈ રહેલી ત્રીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 330 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 330 રનનો લક્ષ્યાંક આપ્યો

author img

By

Published : Mar 28, 2021, 6:02 PM IST

  • પુણેમાં રમાઈ રહી છે ત્રીજી વન-ડે મેચ
  • રોહિત શર્મા અને શિખર ધવને કર્યો શાનદાર દેખાવ
  • ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 330 રનનો આપ્યો લક્ષ્યાંક

હૈદરાબાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. જ્યાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાની તકનો પૂરો લાભ લીધો હતો. વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવને ટીમને આક્રમક શરૂઆત આપી હતી. બન્નેએ 15 ઓવરમાં 103 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ખૂબ શાનદાર દેખાવ કર્યો હતો, પરંતુ તે પછી આદિલ રાશિદે રોહિત શર્માને 37 રને આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. રોહિતની વિકેટ બાદ રાશિદે ધવનને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો.

આ પણ વાંચો: મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની મેચ માટે તડામાર તૈયારીઓ, બંને ટીમો અમદાવાદ આવી પહોંચી

રાહુલ માત્ર 07 રને થયો આઉટ

શિખર ધવને બેટિંગ કરતાં 56 બોલમાં 67 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ ચાહકોને નિરાશ કર્યા અને મોઇન અલીના બોલ પર 07 રન બનાવ્યા હતા. ત્રણ ઓવરમાં જ સામેની ટીમે ભારતની ત્રણ વિકેટ ઝડપી હતી. છેલ્લી મેચમાં સદી ફટકારનારા કે. એલ. રાહુલ પણ કોઈ ચમત્કાર કરી શક્યો ન હતો અને 07 રન બનાવીને આઉટ થયો હતો.

પંતે 62 બોલમાં કર્યા 78 રન

એક છેડેથી વિકેટો પડી રહી હતી અને ઋષભ પંત સતત બીજા છેડેથી સતત રનનો વરસાદ કરી રહ્યો હતો. પંતને હાર્દિકે સાથ આપ્યો હતો અને બન્ને વચ્ચે 99 રનની ભાગીદારી જોવા મળી હતી. પંતે 62 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 78 રન કર્યા હતા. એવું લાગી રહ્યું હતું કે, આજે ઋષભ યાદગાર સદી ફટકારવામાં સફળ રહેશે, પરંતુ તે જોવા મળ્યો ન હતો. તેની ઇનિંગ્સ સૈમ કરને નિયંત્રિત કરી હતી.

આ પણ વાંચો: MS ધોની એક મહાન ક્રિકેટરની સાથે યુવાનો માટે રોલ મોડેલ: વસીમ જાફર

હાર્દિકને બેન સ્ટોક્સે કર્યો આઉટ

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ફક્ત 44 બોલનો સામનો કરીને 64 રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી. પોતાની ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારનારા હાર્દિકને બેન સ્ટોક્સે આઉટ કર્યો હતો. ટીમ માટે શાર્દુલ ઠાકુરે 21 બોલમાં 30 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ નિર્ધારિત 50 ઇનિંગ્સ પણ રમી શકી ન હતી અને 48.2 ઓવરમાં 329 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.