ETV Bharat / sports

ક્રિસ ગેલની નવી ખેલાડીઓને સલાહઃ ટેસ્ટ ક્રિકેટ 'સર્વશ્રેષ્ઠ', ક્રિકેટરને સૌથી વધુ શિખવા મળે - કેએલ રાહુલ

ક્રિસ ગેલે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ એક ક્રિકેટરની ઘણી વખત પરીક્ષા કરે છે. તમામ ખેલાડીએ ખાતરી કરવી પડે કે, તમે દરેક બાબતમાં શિસ્તબદ્ધ છો કે નહીં.

Chris Gayle
ક્રિસ ગેલની નવી ખેલાડીઓને સલાહ- ટેસ્ટ ક્રિકેટ 'સર્વશ્રેષ્ઠ', ક્રિકેટરને સૌથી વધુ શિખવે મળે
author img

By

Published : Jun 23, 2020, 4:03 PM IST

હૈદરાબાદ: વેસ્ટ ઇન્ડિઝના ઓપનર ક્રિસ ગેલનું માનવું છે કે, એક ક્રિકેટરને ઘણી રીતે પડકાર આપી વધુ શિખવાનું મળતું હોવાથી ટેસ્ટ ક્રિકેટ 'સર્વશ્રેષ્ઠ' છે. તમારે પાંચ દિવસ સુધી રમવું પડે અને જીતવા માટે તમામ વખતે સખત મહેનત કરવી પડે.

ગેલે મયંક અગ્રવાલ અને કેએલ રાહુલ સાથે વાત કરી હતી. આ શોનું એક ટીઝર મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યું હતું. ક્રિસ ગેલે ટેસ્ટ ક્રિકેટનું મહત્વ સમજાવતા કહ્યું કે, "ટેસ્ટ ક્રિકેટ તમારી ઘણીવાર પરીક્ષા લે છે. દરેક ખેલાડીએ ખાતરી કરવી પડે કે, તમે દરેક બાબતમાં શિસ્તબદ્ધ છો કે નહીં. જ્યારે તમે સંઘર્ષ કરી રહ્યાં છો, તો તમારે મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે કેવી રીતે સામનો કરવો પડશે. એ ટેસ્ટ ક્રિકેટ જ શિખવે છે અને આ એક અલગ અનુભવ છે."

ક્રિસ ગેલે નવા ક્રિકેટરોને સલાહ આપતા કહ્યું કે, "પોતે નક્કી કરેલા લક્ષ્યાંકો હાંસલ કરવામાં સક્ષમ નથી, તો કોઈ પણ બ્રેક વગર સતત મહેનત કરતા રહે. ટેસ્ટ ક્રિકેટ દરેહ ખેલાડીની કુશળતા અને માનસિક કઠિનતાની કસોટી લે છે. રમત સાથે સમર્પિત થાઓ, જે કરો છો એનો આનંદ માણો. ભલે આ રમત તમારા અંદરોઅંદર હોય, પણ હંમેશાં તમાને કંઇક શીખવા મળશે. જો એક વસ્તુ કામ ન લાગે યાદ રાખો તમારા માટે બીજી તક છે જ."

મહત્વનું છે કે, વિસ્ફોટક બેટ્સમેન ગેલે વેસ્ટ ઇન્ડિઝ તરફથી અત્યાર સુધીમાં 103 ટેસ્ટ રમી છે. જેમાં ગેલે 7,000થી વધુ રન બનાવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.