ધર્મશાળાઃ ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા સામે યોજાનારી મેચ માટે આયોજિત સ્થળ પર જતી વખતે માસ્ક પહેરતા જોવા મળ્યા હતાં. ચહલે મંગળવારે પોતાના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી હતીં. જેમાં તેણે ધર્મશાળા જતી વખતે માસ્ક પહેર્યો હતો. દુનિયાભરમાં વકરી રહેલા કોરોના વાયરસના ખતરાથી બચવા માટે ચહલે માસ્ક પહેર્યો હતો.
દક્ષિણ આફ્રિકાાંના કોચ માર્ક બાઉચરે ભારત પહોંચતા પહેલા જ કહ્યું હતું કે, તેઓ મેચ જરૂર રમશે. પરંતુ ખેલાડીઓ સાથે હાથ મિલાવશે નહીં. આ અગાઉ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પણ શ્રીલંકા પ્રવાસ પર ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય કર્યો હતો.
નોંધનીય છે કે, ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકાની ટીમ 12 માર્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ધર્મશાળામાં યોજાનારી વન-ડે મેચમાં ભાગ લેવા એરપોર્ટ પર પહોંચી હતી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સાંજ સુધી ધર્મશાળા પહોંચશે. તે જ સમયે, બંને ટીમોનું HPC અધિકારીઓ દ્વારા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયું હતું.
બંને ટીમ બુધવારે નેટ પ્રેકટીસ કરશે. ભારતીય ટીમ સવારે 10 બપોરે 1 વાગ્યાથી સુધી તો સાઉથ આફ્રિકા બપોરે 2થી સાંજના 5 વાગ્યા સુધી અભ્યાસ કરશે.
દક્ષિણ આફ્રિકાને 12 માર્ચથી ભારત પ્રવાસમાં ત્રણ મેચની વન-ડે સીરીઝ રમશે. સીરીઝની પહેલી મેચ ધર્મશાળામાં થવાની છે. ભારતે ધર્મશાળામાં અત્યારસુધી ચાર વન-ડે રમી છે. જેમાં બે વખત જીત મેળવી છે તો, બે વખત હારનો સામનો કર્યો હતો.