- ભારતે ઈંગ્લેન્ડના બેટ્સમેનને હેરાન કરી મૂક્યાઃ ઈંગ્લેન્ડના કોચ
- ચાર મેચમાં 59 વિકેટ લઈ ભારતે ઈંગ્લેન્ડો છોડાવ્યો પસીનો
- ભારતે ઈંગ્લેન્ડને હરાવી સિરીઝ 3-1થી જીતી લીધી
આ પણ વાંચોઃ IPL-2021: MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ
અમદાવાદઃ ઈંગ્લેન્ડના કોચ ક્રિસ સિલ્વરવુડે સ્વીકાર્યું કે, રવિચન્દ્રન અશ્વિન અને અક્ષર પટેલે ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે ખૂબ જ મુશ્કેલી ઊભી કરી દીધી હતી, જેના કારણે બંને બોલર 59 વિકેટ લઈ શક્યા. ભારતે ઈંગ્લેન્ડને હરાવી સિરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી છે. આના કારણે ઈંગ્લેન્ડને આ હાર ઘણા દિવસ સુધી હેરાન કરશે.
આ પણ વાંચોઃ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ 2021: થરંગાની અડધી સદીથી શ્રીલંકા લિજેન્ડ્સે જીતી મેચ
હારથી શિખામણ લઈ ટીમને મજબૂત બનાવીશુંઃ સિલ્વરવુડ
ઈંગ્લેન્ડે ચેન્નઈની પિચ પર જીત મેળવી શરૂઆત કરી હતી, પરંતુ ટર્નિંગ પિચ પર મહેમાન ટીમ અશ્વિન (32 વિકેટ) અને અક્ષર (27 વિકેટ)માં જ સમેટાઈ ગઈ હતી. સિલ્વરવુડે બ્રિટિશ મીડિયામાં જણાવ્યું હતું કે, ચાર મેચમાં ભારતે 59 વિકેટ લીધી, જેના કારણે અમે હાર્યા. આ હારથી શિખામણ લઈને ટીમને આગામી સમયમાં વધુ મજબૂત બનાવીશું.