- ભારત અને ઈંગ્લેન્ડનો સ્કોર 1-1થી બરાબર થયો
- કે. એલ. રાહુલે સદી ફટકારી પણ ટીમને ફાયદો ન થયો
- ઈંગ્લેન્ડે 43.3 ઓવરમાં જ જીત મેળવી લીધી
આ પણ વાંચોઃ ISSF વર્લ્ડ કપમાં ભારતે ગોલ્ડ મેડલ જીતી વગાડ્યો ડંકો
ન્યૂઝ ડેસ્કઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે મેચની સિરિઝની બીજી મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત 6 વિકેટથી આ મેચ હારી ગયું હતું. પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રાઈ રહેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. આ મેચમાં ભારતીય ટીમના ક્રિકેટર કે. એલ. રાહુલે સદી, કેપ્ટન વિરાટ કોહલી અને ઋષભ પંતે અડધી સદી ફટકારી 50 ઓવરોમાં 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 337 રન બનાવી મેચ જીતી લીધી હતી. હવે આ સિરિઝ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1-1ના સ્કોરથી બરાબર થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ પ્રસિદ્ધ કૃષ્ણા વન-ડે ડેબ્યૂમાં ચાર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે
હાર્દિક પંડ્યાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએઃ ઈરફાન પઠાણ
ભારતીય ટીમના હાર્દિક પંડ્યાએ સિરિઝની બંને મેચમાં બોલિંગ નથી કરી. તેવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે તેઓ બેટ્સમેન તરીકે જ ટીમમાં રમે ચે કે. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાને કહ્યું હતું કે, હાર્દિક પંડ્યાનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. આપણા બોલરો વિકેટ નથી લઈ શકતા. પહેલી મેચમાં સ્પિનરોએ વિકેટ મેળવી પણ એક વિકેટ મેળવતા પણ 19 ઓવર લાગ્યા હતા. એટલે ભારતીય ટીમમાં પાંચમા બોલરની કમી છે. ઈંગ્લેન્ડના ઓપનર જોની બેયરરસ્ટો અને જેસન રોયે સતત બીજી મેચમાં 100થી વધારે રનની ભાગીદારી કરી છે. ભારતીય બોલરો આ બંને બેટ્સમેનને આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ભારતની હાર માટે થર્ડ એમ્પાયર પણ જવાબદાર!
ભારતની હાર માટે એમ્પાયર પણ જવાબદાર છે. કારણ કે, ઈંગ્લેન્ડની ઈનિંગની 26મી ઓવરમાં જોની બેયરસ્ટો રન દોડી રહ્યો હતો ત્યારે મિડ વિકેટ પર હાજર કુલદીપ યાદવે સ્ટ્રાઈકર એન્ડ પર થ્રો ફેંક્યો. કુલદીપના આ થ્રો સીધો વિકેટમાં લાગ્યો. મેદાની એમ્પાયરે આ નિર્ણય થર્ડ એમ્પાયર પર છોડી દીધો. રિવ્યૂમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, સ્ટોક્સનું બેટ લાઈનની અંદર નથી, પરંતુ થર્ડ એમ્પાયર અનિલ ચૌધરીએ સ્ટોક્સને નોટ આઉટ જાહેર કર્યો. થર્ડ એમ્પાયરના આ નિર્ણય પછી તમામ જગ્યાએ તેની ટીકા થઈ રહી છે. સ્ટોક્સે મેચમાં 99 રનની ઈનિંગ રમી અને ઈંગ્લેન્ડની ટીમનો હીરો રહ્યો.