અરુણ ધૂમલ કેન્દ્રીયપ્રઘાન અને BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના ભાઈ છે. અસમના દેબાજીત સૈકિયા સંયુક્ત સચિવ બની શકે છે.
સોમવારે BCCIમાં નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, બધા ઉમેદવારો પોતના પદે બિનહરીફ થશે. ગાંગુલી અને બૃજેશની વચ્ચે ટક્કર છે.
47 વર્ષીય ગાંગુલી અત્યારે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધ્યક્ષ છે. જો સૌરવ ગાંગુલીને BCCIના નવા અધ્યક્ષ બને છે તો તેઓ સપ્ટેમ્બર 2020 સુધી પદ સંભાળશે.
રવિવારે મુંબઈની એક ફાઈવ-સ્ટાર હોટલમાં બીસીસીઆઈના તમામ સભ્યોની બેઠક મળી હતી. જેમાં બીસીસીઆઈના નવા અધ્યક્ષના નામ પર સહમતિને લઈને શરુઆતમાં થોડો ડ્રામા થયો હતો. આ નિર્ણયને લઈને બે બીસીસીઆઈના સભ્યોમાં ફાંટા પડી ગયા હતા. જેમાં એક જુથ અનુરાગ ઠાકુર અને બીજુ શ્રીનિવાસનનું હતું. બન્ને પક્ષો પોત-પોતાના ઉમેદવારને બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનાવવા ધમપછાડા કરી રહ્યા હતા. અંતમાં સૌરવ ગાંગુલીના નામ પર સહમતિ બની હોવાનું જાણવા મળી રહ્યુ છે.