રાજકોટઃ સૌરાષ્ટ્રએ શુક્રવારે ફાઈનલમાં બંગાલને પ્રથમ પારીમાં પ્રાપ્ત કરેલી લીડના કારણે હરાવીને ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો છે. સૌરાષ્ટ્રએ પોતાની પ્રથમ પારીમાં 425 રન બનાવ્યા હતા, જવાબમાં બંગાલે પોતાની પ્રથમ પારીમાં માત્ર 381 રન બનાવ્યા હતા.
મૅચના અંતિમ અને 5મા દિવસે સૌરાષ્ટ્રએ 4 વિકેટના નુકસાને 105 રન બનાવીને પોતાની લીડ વધુ મજબૂત બનાવી લીધી અને રણજી ટ્રાફીનો ખિતાબ જીતી લીધો.
બીજી પારીમાં સૌરાષ્ટ્ર માટે હાર્વિક દેસાઈએ 21, અવિ બારોટે 39, વિશ્વરાજ જાડેજાએ 17, અર્પિત વાસવાડાએ 3 અને શેલ્ડન જેક્સને અણનમ 12 રન બનાવ્યા હતા.
સૌરાષ્ટ્ર માટે પ્રથમ પારીમાં વાસવાડાએ 106, બારોટ અને જાડેજાએ 54-54 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારાએ 66 રનનું યોગદાન આપ્યું હતું. બંગાલ માટે સુદીપ ચેટર્જીએ 81, રિદ્ધિમાન સાહાએ 64, અનુસ્તૂપ મજૂમદારે 63 રન બનાવ્યા હતા.
ટીમ
સૌરાષ્ટ્રઃ ચેતેશ્વર પુજારા, એ.બારોટ, એ.વી વાસવદા, ચિરાગ જાની, ડી.એ જાડેજા, શેલ્ડન ડેક્સન, પ્રેરક માંકડ, જે.ઉનડકટ, એચ.દેસાઈ, ચેતન સકારિયા, વિશ્વરાજસિંહ જાડેજા.
બંગાળ: એ.આર ઈશ્વરન, આકાશદીપ, સુદીપ ચેટર્જી, મનોજ તિવારી, સિદ્ધિમાન સાહા, અનુસ્ટુપ મજિમદાર, અર્બન નંદી, મુકેશ કુમાર, ઈશાન પોરેલ, શાહબાજ, સુદીપ કુમાર ધરામી.