હૈદરાબાદ: ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંતે ઇટીવી ભારત સાથે વાત કરતી વખતે પોતાની ક્રિકેટ કમબેક યોજના વિશે વાત કરી હતી. મહત્વનું છે કે, 2013ના સ્પોટ ફિક્સિંગ વિવાદના આરોપોથી મુક્ત થયા બાદ શ્રીસંત ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં પાછો ફરવાનો છે. એટલું જ નહીં શ્રીસંતને કેરળ રણજી ટ્રોફીની ટીમમાં સ્થાન પણ મળ્યું છે.
ટીમ ઈન્ડિયા તરફથી રમવા અંગે શ્રીસંતનો અભિપ્રાય
શ્રીસંતે કહ્યું કે,"દરેક વ્યક્તિ પોતાના દેશને આગળ લઈ જવા મથતો હોય છે. જે એક અલગ અનુભૂતિ છે. 2011ના વર્લ્ડકપમાં હું ક્રિકેટ છોડતાની સાથે પાછો આવવા માંગુ છું, જેથી હું મારા વાળ વધારી રહ્યો છું. ક્લીન શેવ તો નહીં કરી શકુ, પરંતુ હું લાંબા વાળ અને વધુ સારી ફ્ટનેસ સાથે પાછો ફરવા માંગુ છું, ક્રિકેટમાં મારું લક્ષ્ય ફર્સ્ટ ક્લાસ મેચમાં રમવાનું છે. જે બહુ જલ્દી થશે, કદાચ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં મારી ટીમને રણજી ટ્રોફી જીતાડીશ, હું ઈરાની ટ્રોફી જીતવા માંગુ છું અને જો ભારતીય ટીમમાં વાપસી થઈ તો હું ચોક્કસ પાછો ફરીશ."
શ્રીસંત બહારની લીગ રમવા માંગે છે?
બહારની લીગ રમવા અંગે શ્રીસંતે કહ્યું કે, "દરેક વસ્તુ બીસીસીઆઈના હાથમાં છે. કેરળ ક્રિકેટ એસોસિએશન મને સમર્થન આપી રહ્યું છે. દાદા સૌરવ ગાંગુલી જે નિર્ણય લેશે એ અમે સ્વીકારીશું. જો ક્રિકેટ બોર્ડ સંમત થાય તો, ધ હન્ડ્રેડ ઇંગ્લેન્ડમાં રમવાની ઇચ્છા છે. ન્યૂઝીલેન્ડમાં કેરેબિયન લીગ અથવા ટી-20 લીગ રમાય છે, આ લીગ રમવા માટે ભારતીય ક્રિકેટ છોડવાની નથી, પરંતુ રણજી ટ્રોફી અને ઇરાની ટ્રોફી બાદ લીગ મેચ રમી શકાય છે.
7 વર્ષ જૂના પ્રતિબંધ બાદ કંઈ બાબતનો પછતાવો છે?
શ્રીસંતે કહ્યું કે, "દરેક લોકોને બોલવા માંગું છું. મને કોઈ અફસોસ થયો નથી, ક્યારેય એવું ન વિચારશો કે, મારી સાથે આવું કેમ થયું. જ્યારે મેં કેચ પકડ્યો ત્યારે મેં પૂછ્યું નહીં કે, મેં કેમ પકડ્યો. મારે ભૂલ વગર પણ ખરાબ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું, તમારે વિચારવું જોઇએ કે, જો મેં કોઈને દુઃખ પહોંચાડ્યું નથી, તો વિશ્વાસ હોવો જોઈએ કે, હું આજે નહીં તો કાલે પાછો આવીશ. હવે મારામાં વધુ આત્મવિશ્વાસ આવ્યો છે, પણ એ ખબર નથી કે, મારી સાથે કોણ છે અને કોણ નથી."
વાપસી પહેલા સૌરવ ગાંગુલી સાથે વાતચીત થઈ?
સાત વર્ષ બાદ ચાલુ વર્ષે સપ્ટેમ્બરથી ઘરેલું ક્રિકેટથી પાછા ફરનારા શ્રીસંતે કહ્યું કે, "માત્ર સૌરવ ગાંગુલી જ નહીં, પરંતુ સંયુક્ત સચિવ, જે આપણા કેરળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ છે, તેમની સાથે પણ વાતચીત કરી હતી. દાદાએ પણ કહ્યું છે કે, શ્રીસંત પર ધ્યાન આપો"