ઉજ્જૈન ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટીંગ સ્ટાફ બાંગલા દેશ પર જીત મેળવ્યા બાદ મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોચ્યા હતા. જ્યારે રવિ શાસ્ત્રી અને તેમના સ્ટાફે મીડિયા સાથે વાત નહોતી કરી.
શનિવારે ઇન્દોર ટેસ્ટમાં બાગ્લાદેશ પર ભારતની જીતથી ઉત્સાહિત ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને ફિજિકલ સપોર્ટિગ સ્ટાફ ઉજ્જેનના મહાકાલેશ્વર મંદિર પહોચ્યાં હતાં. રવિ શાસ્ત્રી અને તેમના સ્ટાફે મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જઇને લગભગ 15 મિનિટ સુધી પુજા અર્ચના કરી હતી અને ત્યારબાદ બહાર નંદિગૃહમાં મંત્ર જાપ કરાવાયો હતો. જ્યારે શનિવારની જીતના લીધે પુરો સ્ટાફ ઉત્સાહિત હતો. જ્યારે કોઇ પણએ મીડિયા સાથે વાત કરી ન હતી.