કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઇગ્લેન્ડના પ્રવાસ પર ત્રણની જગ્યાએ ચાર કે પાંચ ટેસ્ટ મેચ રમી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) અને ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ના અધિકારીઓ વચ્ચે કોવિડ-19 મહામારીને હોવા છતા પ્રવાસ ચાલુ રાખવા માટે 18 મેના રોજ વીડિયો કોન્ફરન્સ યોજાશે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલના કાર્યક્રમ મુજબ પાકિસ્તાનને ઇંગ્લેડ પ્રવાસમાં ત્રણ ટેસ્ટ અને 3 ટી-20 મેચ રમવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ જો આ પ્રવાસ જૂલાઇમાં શરૂ થાય તો ટેસ્ટ મેચોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
જો વેસ્ટઇન્ડિઝનનો ઇગ્લેન્ડ પ્રવાસ રદ નહી થાય તો ઇસીબી ચાર કે પાંચ ટેસ્ટનો પ્રસ્તાવ રાખી શકે છે.
પીસીબીના સીઇઓ વસીમ ખાનેે વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઇસીબીએ જૂલાઇથી સપ્ટેમ્બર સુધી થનારા પ્રવાસમાં મેચોની સંખ્યા વધારવા પર વાત કરવામાં આવી નથી.
ખાને ઉમેર્યું કે, બેઠક બાદ જ ચીજો સ્પષ્ટ થઇ જશે, પણ અમે કેપ્ટન અને કોચો સાથો વાતચિત કરીને અંતિમ નિર્ણય લઇશું.