સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ચાલું વર્ષે તમામ વન ડે મેચ એક નજરથી જ રમીશુ. જે છે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ચાલનારો T-20 વર્લ્ડકપ. આ મેચનો ઉપયોગ કરી અને વર્લ્ડ કપને ટાર્ગેટ કરીશું. મહત્વનું છે કે, ટીમ ઇન્ડિયા આવતી કાલથીન્યૂઝીલેન્ડ સામે 5 T-20, 3 વન ડે અને 2 ટેસ્ટ સીરિઝ રમશે. આ સમગ્ર સીરિઝ બાદ આફ્રિકા સામે ધરઆંગણે 3 વન ડે મેચ રમશે.
હાલમાં જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 2-1થી વન ડે શ્રેણીમાં જીત મેળવી હતી. જીતને લઇને શાસ્ત્રીએ પ્રતિક્રિયા આપી હતી કે, ઓસ્ટ્રેલિયા સામે મળેલી એ જીત ટીમ ઇન્ડિયા માટે આવનારી મેચ પૂર્વે તાકાત વધારવાનું કામ કર્યું છે. પ્રથમ મેચમાં હાર બાદ ટીમ ઇન્ડિયા પોતાની લયમાં પરત ફરી હતી. જે સાબીત કરે છે કે ટીમ કેટલીક આક્રમક રમત રમી રહી છે.
આ તમામ મેચ દરમિયાન ટોસ અંગે રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'ટોસની વાત ન કરો. ટીમ દરેક પરિસ્થિતિમાં કોઇ પણ દેશ સામે રમવા તૈયાર છે અને ટીમ કોઇ પણ દેશ સામે કોઇ પણ પરિસ્થિતિમાં સારૂ પ્રદર્શન કરી શકે છે. વર્લ્ડકપ જીતવું અમારૂ જુનુન છે અને તે મેળવવા અમે પુરતા પ્રયાસો કરીશું.
ધવનની ઇજા અંગે વાતચીત કરતા જણાવ્યું કે, ખેલાડીની ઇજાને કારણે દુ:ખી છે. આ તકે ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઇને કહ્યું કે, પરિસ્થિતિ મુજબ ત્યાં રમત દાખવીશુ. આ પહેલા વિરાટ કોહલીએ પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે ટીમમાં વિકેટકીપર તરીકે કે એલ રાહુલનો સમાવેશ થવાથી ટીમને એક બેટ્સમેન અને કીપર તરીકે સારો વિકલ્પ મળ્યો છે. જેનાથી ટીમની તાકાત વધશે.