ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર T-20 સીરિઝમાં જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રવિવારના રોજ પાંચમી અને છેલ્લી ટી-20માં ક્લીન સ્વીપ કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે, જ્યારે ન્યૂઝીલેન્ડ પોતાનું સન્માન જાળવવા અને સીરિઝમાં એક જીત મેળવવા મેદાને ઉતરશે.
ન્યૂઝીલેન્ડમાં પહેલીવાર T-20 સીરિઝમાં જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ રવિવાર પાંચમી અને છેલ્લી ટી-20માં ક્લીન સ્વીપ કરવાના ઇરાદે મેદાને ઉતરશે, જ્યારે ન્યુઝીલેન્ડ પોતાનું સન્માન જાળવવા અને સીરિઝમાં એક જીત મેળવવા મેદાને ઉતરશે. માઉંટ માઉંગાનુઇ (ન્યૂઝીલેન્ડ) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 સિરીઝની આજે પાંચમી અને છેલ્લી મેચ ઓવલ મેદાન પર રમાશે. ભારતીય ટીમે આ સિરીઝમાં 4-0થી સિરીઝ પોતાના નામે કરી છે, જ્યારે ન્યૂઝીલેન્ડને છેલ્લી બે મેચમાં સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમ આજે દબાવમાં જોવા મળશે.
કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, ભારતીય ટીમ જીતનો સીલસીલો ચાલુ રાખશે, ભારતીય ટીમે ચોથી મેચમાં પોતાના સીનિયર પ્લેયર રોહિત શર્મા, મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજાને આરામ આપ્યો હતો અને બેંચ પર બેઠેલા પ્લેયર્સને અજમાવ્યાં હતાં. તેમ છતા ન્યૂઝીલેન્ડ જીતી ન શકી. જ્યારે ભારતીય ટીમ પોતાના મળેલી ક્લીન સ્વીપની તક ઝડપવા, જ્યારે ન્યૂઝીલેન્ડ પોતાની પહેલી જીત મેળવીને ક્લીન સ્વીપથી બચવા મેદાને ઉતરશે. ત્રીજી અને ચોથી મેચમાં ન્યુઝીલેન્ડ જીતની નજીક આવ્યા બાદ પણ જીતનો સ્વાદ ચાખી શકી નહોતી, જ્યારે બન્ને મેચમાં ભારતે સુપર ઓવરમાં જીત મેળવી હતી.
ભારતની સંભવિત ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, સંજૂ સેમસન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋુષભ પંત (વિકેટ કીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, વૉશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર.
ન્યુઝીલેન્ડની સંભવિત ટીમઃ
કેન વિલિયમ્સન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, રૉસ ટેલર, સ્કૉટ કુગલેજિન, કોલિંગ મુનરો, કોલિન ડી ગ્રાંડહોમ, ટૉમ બ્રૂસ, ડાર્લી મિશેલ, મિશેલ સૈંટનર, ટિમ સેઇફર્ટ (વિકેટ કીપર), હામિશ બેનેટે, ઇશ સોઢી, ટિમ સાઉથી, બ્લેયર ટિકનેર.