ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2004માં બાંગ્લાદેશની સામે ડેબ્યુ કર્યું હતું. ડેબ્યુ મેચમાં ધોની 0 રને આઉટ થયો હતો. ધોનીએ ભારતીય ક્રિકેટને એક નવી ઉંચાઇ પહોંચાડી છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ક્રિકેટમાં ધાક જમાવી હતી. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17,266 રન કર્યાં છે.

ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007માં T-20 વિશ્વકપ જીત્યો હતો. 28 વર્ષ બાદ ભારતે 1984માં વનડે વિશ્વકપ જીત્યો હતો. આ ઉપરાંત ચેમ્પિયન ટ્રોફી જીતી હતી.

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી મેચ વિશ્વકપ 2019ની સેમિફાનલમાં રમી હતી. 2019 વિશ્વકપની સેમિફાઇલમાં ભારતનો 18 રને પરાજય થયો હતો. ધોનીએ વિકેટ કીપર તરીકે ભારતને અનેક સફળતાઓ અપાવી છે.

ધોની કેપ્ટનશીપમાં ભારતની ઉપલ્બધિ...
ક્રિકેટ વિશ્વકપ (2011)
T-20 વિશ્વકપ (2007)
ચેમ્પિયન ટ્રોફી (2013)
IPL (2010, 2011, 2018)
ચેમ્પિયન્સ લીગ T-20 (2010, 2014)
10,773 વનડે રન
4,876 ટેસ્ટ રન
1,617 T-20 આંતરરાષ્ટ્રીય રન
ધોનીની કેપ્ટનશીપમાં ભારત 2009માં પ્રથમવાર ટેસ્ટમાં ચેમ્પિયન બન્યું હતું.