ETV Bharat / sports

ખરાબ પ્રદર્શન પર મયંકે કહ્યું- 'જે થઈ ગયું એ વિશે વિચારવાનો હવે કોઇ અર્થ નથી'

ભારતીય બેટ્સમેન મંયક અગ્રવાલ પર ખરાબ પ્રદર્શનના કારણે સવાલો થઇ રહ્યાં છે. જેની પર મયંકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ખરાબ ફોર્મની વાતો હવે જૂની થઇ છે. મેં અભ્યાસ મેચની બીજી ઈનિંગમાં 81 રન બનાવ્યાં છે, આ આત્મવિશ્વાસ સાથે ટેસ્ટ સીરિઝ રમવા માગું છું.

agarwal
ભારતીય
author img

By

Published : Feb 17, 2020, 11:04 AM IST

હેમિલ્ટન: ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે અભ્યાસ મેચ ડ્રો થઇ હતી. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે અભ્યાસ મેચમાં 81 રનની ઈનિંગ રમી હતી. મંયકની આ ઈનિંગના કારણે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં મંયકના ખરાબ ફોર્મનો અંત આવ્યો છે. જેના વિશે તે હવે વિચાવવા નથી માગતા.

agarwal
મયંક અગ્રવાલ

અભ્યાસ મેચમાં આ ઈનિંગ પહેલા અગ્રવાલે 8, 32, 29, 37, 24, 0, 0, 32, 3, 1, 1 રન બનાવ્યાં હતાં. જેથી ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ સીરિઝમાં મંયકનો આત્માવિશ્વાસ વધારી સારૂ પ્રદર્શન કરવું પડશે. જો કે, અગ્રવાલ પર ખરાબ ફોર્મના કારણે સવાલો ઉઠતા રહ્યાં છે.

મયંક અગ્રવાલે કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં રમવું અલગ છે, પરંતુ હું આ બધી વસ્તુની પાછળ રાખીને બેટિંગ કરવા ઉતરીશે. ખરાબ ફોર્મની વાતો હવે જૂની થઇ છે. મેં અભ્યાસ મેચની બીજી ઈનિંગમાં 81 રન બનાવ્યાં છે, આ આત્મવિશ્વાસ સાથે ટેસ્ટ સીરિઝ રમવા માગું છું. અગ્રવાલે કહ્યું કે, વિક્રમ સર અને મેં આ વિશે બેસીને વાતચીત કરી છે, મારું પ્રદર્શન સુધારવાની જરૂર છે. અમે પ્રદર્શન સુધારવા બાબતે કામ કરી રહ્યાં છીએ.

agarwal
મયંક અગ્રવાલ

ઉલ્લેખનીય છે કે, મયંક અગ્રવાલે 9 ટેસ્ટ મેચની 13 ઈનિંગમાં 67.07ની એવરેજથી 872 રન બનાવ્યાં છે. મયંકનો ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર 243 છે. મયંકે 3 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. ન્યૂઝીલેન્ડ અને ભારતની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 21 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનના બેસિન રિઝર્વમાં રમાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.