રાજકોટ: દેશમાં સત્તત વધી રહેલા કોરોના વાયરસના ભયના ઓથાર હેઠળ હવે IPL (Indian Premier League) ના આયોજન પર સંકટના વાદળો ઘેરાય રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં લેતા સાવચેતીના ભાગરુપે BCCIએ રણજી ટ્રોફીના ફાઈનલ મેચના અંતિમ દિવસે દર્શકોના મેચ જોવા પર પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ અંગે (Board of Control for Cricket in India) દ્વારા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. તેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકો પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફીની ફાઇનલ મેચ દરમિયાન માત્ર ખેલાડીઓ અને એસોસિએશનના સભ્યો જ સ્ટેડિયમમાં પ્રવેશી શકશે.