લંડન: ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે જૉ રૂટની ગેરહાજરીમાં કપ્તાની કરવા અંગે મોટું નિવેદન આપ્યું હતું. સ્ટોક્સે કહ્યું કે, વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં નિયમિત કેપ્ટન જૉ રૂટની ગેરહાજરીમાં હું ઈંગ્લેન્ડની કપ્તાની કરીશ તો પણ મારી રમતમાં કોઈ પરિવર્તન આવશે નહીં.
ઇંગ્લેન્ડ કેપ્ટન જો રુટ પોતાના બીજા બાળકના જન્મને કારણે 8 જુલાઈથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં નહીં રમે, જેના સ્થાને સ્ટોક્સને કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. આ અંગે સ્ટોક્સે કહ્યું કે, હું હંમેશાં મારી પ્રતિબદ્ધતા અને રમવાની રીત સાથે ચાલવા માંગું છું. કેપ્ટનશીપ મેળવ્યા પછી પણ મારી રમતની પદ્ધતિ બદલાશે નહીં. સ્ટોક્સે કહ્યું કે, 'હું બેટિંગ અને બોલિંગ બંનેમાં સારૂ પ્રદર્શન કરવા માંગુ છું. હું હંમેશા પરિસ્થિતિ અનુસાર યોગ્ય માર્ગ પસંદ કરું છું.
સ્ટોક્સે કહ્યું કે, મારા માટે ઇંગ્લેન્ડના કેપ્ટન હોવું એ ગર્વની વાત છે. જો કે, અમારી ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે, જેમની પાસેથી હું અભિપ્રાય લઈશ. દરેકની સલાહથી લીધેલો નિર્ણય યોગ્ય હોય છે.
તમને જણાવી દઈએ કે, જો સ્ટોક્સનો કેપ્ટન બવશે, તો એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ પછી ટીમનો કેપ્ટન બવનાર પ્રથમ ઓલરાઉન્ડર ખેલાડી હશે. આ અગાઉ પણ બેન સ્ટોક્સનું 2017માં વાઇસ કેપ્ટન બન્યો હતો, પરંતુ બ્રિસ્ટોલની નાઈટક્લબની બહાર થયેલી ઝઘડાને કારણે આ પદ ગુમાવ્યું હતું.