ભારતીય ઓલરાઉન્ડર જયંત યાદવે 19 નવેમ્બરના રોજ તેમની ગર્લફેન્ડ સાથે સગાઈ કરી છે. જેમાં યુજવેન્દ્ર ચહલ પણ સામેલ થયો હતો. જેમણે સોશિયલ મીડિયા પર જંયતને શુભકામના પાઠવી છે. જયંત મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. ફેન્ચાઈઝીએ પણ આ બંન્ને સોશિયલ મીડિયા પર શુભકામના આપી હતી.
મુંબઈ ઈન્ડિયન બંન્નેનો ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું , જયંત સી એન્ડ બી દિશા.
દિશા અને જયંતના લગ્ન ટુંક સમયમાં થશે. તેમણે વર્ષ 2016માં ઈગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. આ જ સીરિઝમાં ચોથા મેચમાં તેમણે સદી ફટકારી હતી. તે નંબર-9 પર આ સદી જોડનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા હતા. તેમણે ફારુખ એન્જિન્યરને પાછળ રાખ્યો હતો. તેમણે 90 રન કર્યા હતા.