ETV Bharat / sports

એમ.એસ.કે. પ્રસાદે ધોની, કોહલી અને રોહિતની કપ્તાનીનું અંતર જણાવ્યું - મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે.પ્રસાદે કહ્યું કે, માહી શાંત છે. જ્યારે વિરાટ ખૂબ સ્પષ્ટતા રાખનારા ખેલાડી છે અને રોહિત સરળ સ્વભાવના કેપ્ટન છે.

ETV BHARAT
એમ.એસ.કે. પ્રસાદે ધોની, કોહલી અને રોહિતની કપ્તાનીનું અંતર જણાવ્યું
author img

By

Published : May 3, 2020, 5:50 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે.પ્રસાદે મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માની કપ્તાનીનું અંતર જણાવ્યું છે. ઓનલાઈન લાઈવ વીડિયો સેશનમાં ચર્ચા કરતાં પ્રસાદે કહ્યું કે, ત્રણેય કેપ્ટનની શૈલી અલગ છે. જેણે ગત વર્ષોમાં ઘણી સફળતા અપાવી છે.

ETV BHARAT
રોહિત અને કોહલી

એક એપ પર અપલોડ કરવામાં આવેલા ઈન્ટવ્યુમાં પ્રસાદે કહ્યું, જો તમે આધાર શૈલી જોશો, તો કેપ્ટન તરીકે ઘણી અલગ-અલગ શૈલીઓ હોય છે. આ ત્રણેય અલગ પ્રકારના કેપ્ટન છે. મને વિશ્વાસ છે કે, આ ત્રણેય પોતાનામાં શ્રેષ્ઠ છે.

ETV BHARAT
ધોની

પ્રસાદે કહ્યું, આ ત્રણ ખેલાડી વિવિધ શૈલીના છે. માહિ શાંત છે. જ્યાર સુધી એ પોતાની રણનીતિને લાગૂ નથી કરતા, ત્યાં સુધી તમે જાણી ન શકો કે, તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. તે ખૂબ શાંત અને સરળ છે, જ્યારે વિરાટ ખૂબ સ્પષ્ટતા રાખનારા કેપ્ટન છે. તે હંમેશા સામે વાળા માટે તૈયાર રહે છે. તેમને મગજમાં સ્પષ્ટ રહે છે કે, તેમને શું કરવાનું છે.

તેમણે કહ્યું કે, રોહિતની વાત કરવામાં આવે તો, રોહિત સરળ પ્રકારના કેપ્ટન છે. બીજા ખેલાડીઓ માટે સહાનુભૂતિ રાખે છે અને તે મગજથી વિચારે છે.

ETV BHARAT
એમ.એસ.કે. પ્રસાદ

પ્રસાદે ધોનીના ભવિષ્ય અંગે પણ વાત કરી અને જણાવ્યું કે, તેમણે વર્લ્ડ કપ બાદ ધોનીને થોડા સમય માટે બ્રેક લેવા કહ્યું હતું અને માટે જ પંતને સમર્થન કર્યું હતું

પ્રસાદે કહ્યું કે, વર્લ્ડ કપ બાદ અમારી ચર્ચા થઇ હતી. જેમાં માહિએ કહ્યું હતું કે, તે થોડા દિવસો રમવા માગતા નથી. માટે આપણે તેમનાથી આગળ વધ્યા અને પંતની પસંદગી કરી હતી. હવે લોકેશ રાહુલે ન્યૂઝિલેન્ડમાં રમવામાં આવેલા મેચમાં સારૂં પ્રદર્શન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.