મુંબઇ: ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસને કહ્યું છે કે, બે વખતના વર્લ્ડ કપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોની અત્યાર સુધીનો શ્રેષ્ઠ કેપ્ટન છે. પીટર્સને કહ્યું કે ધોનીની મહાનતા પર સવાલ ઉઠાવવો અશક્ય છે.
તેમણે એક સ્પોર્ટસ ચેનલને કહ્યું, "અપેક્ષાઓના આટલા ભારે દબાણ વચ્ચે તેમની સિદ્ધિઓ જોતા તેમના પર સવાલ ઉઠાવવું ખૂબ જ મુશ્કેલ છે. તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને જે રીતે તેણે ભારતીય ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળી છે, તે પ્રશંસાને પાત્ર છે. "
ભારતે ધોનીની કેપ્ટનશીપમાં 2007 ટી -20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીના કેપ્ટન તરીકે ભારતે 2013 ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી.
રૈનાએ કહ્યું કે કેપ્ટન તરીકે ધોનીનું દરેક પગલું બરાબર હતું. તેમણે સીએસકેની વેબસાઇટ પર કહ્યું, "તેણે લીધેલા નિર્ણય સચોટ હતા. જુદા જુદા સંજોગોમાં જુદા જુદા બોલરોનો ઉપયોગ કેવી રીતે કરવો તે તે જાણે છે."
ધોની સ્ટમ્પ પાછળની તમામ બાબતોને અંકુશમાં રાખે છે. તેઓ બધું ખૂબ નજીકથી જુએ છે. 2008 માં આઇપીએલની શરૂઆતથી ધોની ચેન્નાઈનો કેપ્ટન છે.ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત આઈપીએલ જીતી હતી અને પાંચ વખત રનર-અપ રહી ચુક્યા છે. ટીમે રમેલી તમામ દસ સીઝનમાં ક્વોલિફાય કર્યું હતું.