ETV Bharat / sports

ટીમ ઈન્ડિયાના પંત અને IPLના પંતમાં શું છે અંતર? મોહમ્મદ કૈફે કર્યું સ્પષ્ટ - ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુવા બેટ્સમેન

ઋષભ પંતના IPLમાં સારા પ્રદર્શન અને ટીમ ઈન્ડિયા માટે નિરાશાજનક પ્રદર્શન અંગે મોહમ્મદ કૈફે ચર્ચા કરી છે.

ETV BHARAT
ટીમ ઈન્ડિયાના પંત અને IPLના પંતમાં શું છે અંતર? મોહમ્મદ કૈફે કર્યું સ્પષ્ટ
author img

By

Published : Jul 14, 2020, 4:08 PM IST

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુવા બેટ્સમેન ઋષભ પંત ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. તે ક્રિકેટના મેદાનમાં એટેકિંગ શોટ્સ રમે છે અને IPLમાં તે ઘણી વખત પોતાની ધમાકેદાર બેટીંગનો નમૂનો દર્શાવે છે. તેમને પૂર્વ કેપ્ટન ધોનીના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવતા હતા. 2019 પંત માટે સારૂં નથી રહ્યું. ત્યારબાદ ઘણી વખત તેમને ટીમની બહાર પણ રાખવામાં આવ્ચા હતા. આ ઉપરાંત ફેન્સે પણ તેમને ઘણી વખત સાચું-ખોટું સંભળાવ્યું છે.

ETV BHARAT
ઋષભ પંત

IPLમાં પંત ઘણા વર્ષોથી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને તે દિલ્હી કેપિટલ્સના સૌથી કન્સિસ્ટેન્ટ ખેલાડીમાંથી એક છે. IPLની દરેક ટીમને ખબર છે કે, જ્યાર સુધી પંત મિડલમાં છે, ત્યાર સુધી મેચ જીતવી કઠિન છે.

દિલ્હી કેપિટલ્સના કોચ મોહમ્મદ કૈફે જણાવ્યું કે, ભારત તરફથી રમનારા પંત અને IPL તરફથી રમનારા ખેલાડીમાં કેટલું અંતર છે.

ETV BHARAT
ઋષભ પંત

તેમણે કહ્યું કે, ઋષભ પંચ એક ફ્રી ફ્લોઈંગ ખેલાડી છે. તમારે તેમની બેટીંગની સ્થિતિ નિર્ધારિત કરવી પડશે, કે તે કયા સ્થાને બેટીંગ કરશે અને તેમને રમવા માટે કેટલી ઓવર મળશે. પંતને પોતાના મગજમાં સ્પષ્ટ થવાની જરૂર છે કે, તેમને ઘણી ઓવર મળશે. તે એક એટેકિંગ બેટ્સમેન છે અને તેમને પોતાના પ્રથમ બોલથી એટેકિંગ શોટ્સ મારવા શરૂ કરી દેવા જોઈએ.

ETV BHARAT
મોહમ્મદ કૈફ

કૈફે આગળ કહ્યું કે, દિલ્હી કેપિટલ્સમાં મેં, દાદા અને રિકી પોન્ટિંગે ઘણી વખત ચર્ચા કરી કે, પંતને નંબર 3 પર મોકલવો કે 4 પર. પછી અમે વિચાર્યું કે, પંતને ઓછામાં ઓછા 60 બોલ મળી રહે, તેવી રીતે મોકલવાની જરૂર છે. આ અંગે ભારતીય ટીમ હજૂ સુધી વિચારતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.