લાહોરઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જઇ રહી છે. ત્યારે પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર તેમજ મધ્યમક્રમના બેટ્સમેન હેરિસ સોહેલે ગુરૂવારે અંગત કારણોના લીધે આગામી ઇંગ્લેન્ડ પ્રવાસથી ખસી ગયા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક નિવેદનમાં કહ્યું કે આમિર એટલા માટે ઇંગ્લેન્ડ પ્રવાસે નહી જાય કારણ કે તે ઓગસ્ટ્રમાં તેમને ત્યા બીજા બાળકનો જન્મ થવાને કારણે તે ઘરે રહેવા માગે છે, જ્યારે હેરિસ પારિવારિક કારણોસર ઇંગ્લેન્ડ પ્રવાસે જઇ શકશે નહીં.
PCBના જણાવ્યાં મુજબ પાકિસ્તાન ઓગસ્ટ્ર અને સપ્તેબરમાં રમાનાર ત્રણ ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ માટે 28 ખેલાડીઓ અને 14 સહયોગી સ્ટાફને ઇંગ્લેન્ડ મોકલશે. આ અઠવાડિયાની શરૂઆતમાં બોર્ડે દેશમાં કોરોનાના કેસ વધવાને કારણે ખેલાડિયોની ટ્રેનિંગ શિવિરને રદ કરી હતી.
PCB બોર્ડે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને પાકિસ્તાનની ટીમ જૂન મહિનાના શરૂઆતમાં લંડન પહોંચી જાય તે પ્રમાણે કાર્યક્રમ બનાવવાનું કહ્યું હતું, આ પહેલા પાકિસ્તાનની ટીમને 6 જુલાઇના રોજ બ્રિટેન પહોંચવાનું હતું.