ETV Bharat / sports

#ICCRankings : વિરાટ કોહલી બીજા સ્થાને, મસૂદ અને વૉક્સની છલાંગ, આ 3 ભારતીય ટોપ-10માં - sportsnews

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેર કરેલી રેન્કિંગમાં ટેસ્ટ બેટ્સમેનની યાદીમાં બીજા સ્થાન પર છે. જ્યારે ઈગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે પૂર્ણ થયેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિસ વૉક્સ અને શાન મસૂદે લાંબી છલાંગ લગાવી છે.

ICC rankings
ICC રેન્કિંગ
author img

By

Published : Aug 10, 2020, 11:13 AM IST

દુબઈ: ICCએ જાહેર કરેલી નવી ટેસ્ટ રેન્કિગમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથે પ્રથમ સ્થાને, કોહલી બીજા સ્થાને અને ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન છે. ટોચના 10 બેટ્સમેનોમાં ચેતેશ્વર પૂજારા (8મા) અને અજિક્ય રહાણે (10મા) સ્થાને રહ્યાં છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી

કરિયરના સર્વશ્રેષ્ઠ રેકિંગ પર પહોચ્યાં

પાકિસ્તાનનો બાબર આઝમ 6ઠ્ઠા જ્યારે ઈગ્લેન્ડના કેપ્ટન જો રુટ 9મા સ્થાને છે. પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં બેન સ્ટોક્સ ચોથા સ્થાનેથી 7 સ્થાને પહોચ્યો છે. ટેસ્ટ મેચની પ્રથમ દિવસની ઓવરમાં 156 રન કરનાર બેટ્સમેન મસૂદ 14 સ્થાનેથી કરિયરના સર્વશ્રેષ્ઠ 19મી રેન્કિગ પર પહોચ્યોં છે.

મેચની બીજી ઇનિંગ્સમાં અણનમ 84 રન ફટકારનારની સાથે 6 વિકેટ માટે જોસ બટલરની સાથે 139 રનની ભાગેદારી કરનાર ઈગ્લેન્ડને જીત આપવામાં હરફનમૌલા ક્રિસ વોક્સ બેટસ્મેનોની યાદીમાં 18મા સ્થાનથી 78 સ્થાન પર પહોચ્યા છે. હરફનમૌલા ઓલરાઉન્ડર્સની યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. બટલર 38 અને 75 રનની ઇનિંગ્સ રમી રેન્કિંગમાં 44માં ક્રમથી 30મા સ્થાને પહોચ્યો છે.

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાન પર યથાવત રહી તેમનું સ્થાન મજબૂત કર્યું છે. ઈંગ્લેન્ડના નામ 266 અંક થયા છે. જે બીજા સ્થાન પર ઑસ્ટ્રેલિયાથી 30 અંક ઓછા છે, ભારત 360 અંકની સાથે ટોચ પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડ 180 અંકની સાથે ચોથા અને પાકિસ્તાન 140 અંક સાથે પાંચમાં સ્થાન પર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.