નવી દિલ્હીઃ કોરોનાવાઇરસ(કોવિડ-19) મહામારીના કારણે દેશના હાલના સમયેને જોતા, IPLના પૂર્વ ચેયરમેન શુક્લાએ કહ્યું કે, 15 એપ્રિલ પછી પણ IPL રમાડવી અસંભવ છે.
આઇપીએલ પહેલા 29 માર્ચના રોજ શરૂ થવાની હતી પણ કોરોના વાઇરસના કારણે તેને 15 એપ્રિલ સુધી લંબાવામાં આવી છે.
શુક્લાએ ગુરૂવારના રોજ કહ્યું કે, મને કોઇ તૈયારીઓ જોવા મળી રહી નથી, અમારી પ્રાથમિકતા કોરોનાવાઇરસ સામે લડવાની અને લોકોના જીવ બચાવવાની છે. તે સરકાર પર નિર્ભર કરે છે કે, સરકાર શુ નિર્ણય લે છે. અમે સરકારના નિર્ણયની સાથે છીએ. જ્યારે સાંભળમાં આવી રહ્યું છે કે લોકડાઉન આગળ વધારી શકાય છે.
![15 એપ્રિલે IPLનું આયોજન સંભવ નથીઃ રાજીવ શુક્લા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6733799_1.jpg)
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે વિદેશના ખેલાડીઓ આઇપીએલમાં ભાગ લઇ શકશે, ત્યારે તેમને કહ્યું કે, હાલના હાલતમાં મેચ શક્ય નથી અને દેશમાં વિદેશી નાગરીકોના આવવા પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કોરોના વાઇરસના કારણે કેન્દ્ર સરકારએ 11 માર્ચના રોજ 15 એપ્રિલ સુધી દરેક વિજા સ્થગિત કરવામાં આવ્યા છે.
કોરોના વાઇરસના કારણે અત્યાર સુધી 200થી પણ વધારે દેશો અને 16 લાખથી પણ વધારે લોકો આ વાઇરસના કારણે સંક્રમણમાં છે. જ્યારે આ બીમારીના કારણે 10 હજાર જેટલા લોકોના મોત થઇ ચુક્યા છે. જ્યારે કોરોના વાઇરસથી અત્યાર સુધી 4 લાખ લોકોએ મ્હાત આપી છે.
ભારતની વાત કરવામાં આવે તો દેશમાં લગભગ 5500થી પણ વધારે લોકો આ વાઇરસના સંક્રમણમાં છે જ્યારે 150થી પણ વધારે લોકોના મોત થઇ ચુક્યા છે, જ્યારે 450થી પણ વધારે લોકો આ બીમારીને માત આપી છે.