મુંબઈ : દુનિયાની સૌથી મોટી Indian Premier Leagueના ચેરમેન બૃજેશ પટેલે સ્પષ્ટ કર્યું છે, કે આ વખતે IPL લીગ 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં રમાશે. જ્યારે IPLની ફાઈનલ મેચ 8 નવેમ્બરના રોજ રમાશે. આ પહેલા IPL 29 માર્ચથી શરુ થવાની હતી પરંતુ કોરોના વાઈરસની મહામારીના કારણે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી.
ગંભીરે એક સ્પોર્ટસ ચેનલ પર કહ્યું કે, એ જરુરી નથી કે આઈપીએલ ક્યાં રમાઈ છે. જો IPL યૂએઈમાં રમાશે. તો મને લાગે છે કે, તે યોગ્ય છે. IPLના આયોજનથી બધા જ દેશવાસીઓનો મુડ બલાશે.
ભારતીય ટીમની પૂર્વ ઓપનરએ કહ્યું, એ મહત્વનું નથી કે, કઈ ટીમ જીતશે.કયા બેટ્સમેન સૌથી વધુ રન બનાવશે અને કયો બોલર સૌથી વધુ વિકેટ લેશે, લીગ સરળતાથી દેશનો મનોબળ બદલશે. તેથી આ IPL અન્ય IPLની સીઝન કરતા વધુ સારી રહેશે. કારણ કે મને લાગે છે આ IPL દેશ માટે છે. "
આ વર્ષે IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. લીગની ફાઇનલ 8 નવેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ યુનાઈટેડ આરબ અમિરાત (UAE)માં રમાશે. ભારતમાં કોવિડ-19ની મહામારીને લઈ IPLનું આયોજન (UAE)માં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.