ETV Bharat / sports

#IPL2020 : કોરોનાથી IPLમાં શું શું બદલાયું?, જાણો 10 ખાસ બાબતો... - ચાઈનીઝ કંપની વીવોની સ્પોન્સરશિપ યથાવત

IPLની 13મી સિઝન યુએઈમાં 19 સપ્ટેમ્બરથી રમાશે. જેની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોનાને લીધે IPL ચાલુ વર્ષ UAEમાં યોજાવા જઈ રહી છે. IPLની સાથે સાથે વૂમેન્સ IPL એટલે કે ચેલેન્જર ટ્રોફી પણ રમાશે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી છે. વૂમેન્સ T-20 લીગ ચેલેન્જર ટ્રોફી કાર્યક્રમ અંગે હજુ ચિત્ર વધુ સ્પષ્ટ નથી, પણ IPLનો અંતિમ તબક્કો એટલે કે 1થી 10 નવેમ્બર વચ્ચે આ મેચ યોજાઈ શકે છે. પ્રથમ વખત મહિલાઓની T-20 લીગ વર્ષ 2018માં રમાઈ હતી.

ipl-2020-big-points-ipl-final-dates-ipl-timings
કોરોનાથી IPLમાં શું શું બદલાયું
author img

By

Published : Aug 3, 2020, 7:56 AM IST

સ્પોટ્સ ડેસ્કઃ IPLની 13મી સિઝન યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી રમાશે. જેની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોનાને લીધે IPL ચાલુ વર્ષ UAEમાં યોજાવા જઈ રહી છે. IPLની સાથે સાથે વૂમેન્સ IPL એટલે કે ચેલેન્જર ટ્રોફી પણ રમાશે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી છે. વૂમેન્સ T-20 લીગ ચેલેન્જર ટ્રોફી કાર્યક્રમ અંગે હજુ ચિત્ર વધુ સ્પષ્ટ નથી, પણ IPLનો અંતિમ તબક્કો એટલે કે 1થી 10 નવેમ્બર વચ્ચે આ મેચ યોજાઈ શકે છે. પ્રથમ વખત મહિલાઓની T-20 લીગ વર્ષ 2018માં રમાઈ હતી.

મહત્વનું છે કે, આઈપીએલમાં ચીનની કંપની વીવોની સ્પોન્સરશિપ યથાવત રખાઈ હતી. 2018થી 2022 સુધી વીવોએ 2199 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ ડીલ કરી હતી. આમ, સરકારની મંજૂરી બાદ દેશની બહાર યુએઇમાં આઈપીએલનું આયોજન થશે.

ipl-2020
કોરોનાથી IPLમાં શું શું બદલાયું?

કોરોનાથી શું બદલાયું?

  1. આઈપીએલમાં પ્રથમ વખત ફાઈનલ મેચ વર્કિંગ ડે પર રમાશે. 10 નવેમ્બરે મંગળવાર છે.
  2. મેચના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં મેચ સાંજે 7:30થી શરૂ થશે. આ પહેલાં 8 વાગ્યે રમાતી હતી.
  3. કોરોનાને કારણે ટૂર્નામેન્ટ બાયો-સુરક્ષિત વાતાવરણમાં રમાશે. ઘણી ગાઈડલાઇન્સનું પણ ધ્યાન રાખવું પડશે.
  4. કોરોનાને ધ્યાનમાં રાખી ટૂર્નામેન્ટમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો.
  5. કોવિડ સબસ્ટિટ્યૂટને મંજૂરી અપાશે, તમામ વિદેશી અને ભારતીય ખેલાડીઓ ચાર્ટર્ડ પ્લેનથી મુસાફરી કરશે.
  6. ફેન્સની એન્ટ્રી અંગે ખેલાડીઓ સહિત અન્યની સલામતી પ્રાથમિકતા અપાશે. જો કે, UAE ક્રિકેટ બોર્ડ ફેન્સની એન્ટ્રી અંગે અંતિમ નિર્ણય લેશે.
  7. ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ છતાં ચીની મોબાઇલ કંપની વીવો IPLની ટાઇટલ સ્પોન્સર રહેશે, જે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને 440 કરોડ ચૂકવે છે.
  8. કંપની સાથે IPLનો 5 વર્ષનો કરાર 2022માં સમાપ્ત થશે. જોકે, તાજેતરમાં ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
  9. આ વખતે IPL 3 વેન્યૂ પર રમાશે, જેમાં ફિક્સિંગ પર સૌથી વધુ નજર રાખવામાં આવશે
  10. આ વખતે લીગ ફક્ત ત્રણ જગ્યાએ યોજાશે, જેથી મેચ ફિક્સિંગ પર નજર રાખવી સરળ રહેશે.
  11. IPLની મેચ UAEમાં દુબઇ, અબુ ધાબી અને શારજાહમાં યોજાશે, જો કે, ભારતમાં 8 જગ્યાએ મેચ રમાતી હતી.
  12. આ વખતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પ્રારંભિક મેચ રમી શકશે નહીં. પ્રથમ સપ્તાહ પછી જ આ ખેલાડીઓ સંબંધિત ટીમમાં જોડાશે.
  13. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી અને છેલ્લી વનડે મેચ 16 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં થશે. બંને ટીમોના ખેલાડીઓ 16મી કે પછી બીજા દિવસે લંડનથી દુબઇ જવા રવાના થશે.
  14. આ વખતે IPLમાં સાંજની મેચો જૂના શેડયૂલથી અર્ધી કલાક પહેલાં એટલે કે 7.30 વાગ્યે શરૂ થશે. 53 દિવસમાં બધી ટીમો 14-14 મેચ રમશે, સેમિફાઇનલ અને ફાઇનલ સહિત કુલ 60 મેચ રમાશે
  15. કોવિડ-19ને કારણે ટીમના ખેલાડીઓને બદલવાની મંજૂરી આપવામાં આવશે, જે અમર્યાદિત હશે. IPLની આઠ ફ્રેન્ચાઇઝીની ટીમમાં ખેલાડીઓની સંખ્યા 24 રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.