નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની શીર્ષ સમિતિની 17 જુલાઇ થનારી ચોથી બેઠકમાં ભારતના સુધારેલા ભવિષ્યના કાર્યક્રમ અને ઘરેલુ શ્રેણી અંતિમ રુપ આપવા પર ચર્ચા થશે. કોવિડ-19 મહામારીને ધ્યાને રાખીને આ બેઠક 6 મેના દિવસે થયેલી બેઠકની રીતે ઓનલાઇન થશે. નવ સભ્યની પરિષદની બેઠકમાં આઇપીએલમાં ચીની પ્રાયોજનથી જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ શકે છે.
IPLથી સંબંધિત કોઇ પણ મામલે નિર્ણય લેવાનો અધિકાર માત્ર સંચાલન સમિતિની પાસે છે, જેને ગત્ત મહીને ગલવાન ઘાટીમાં ચીનની સાથે થયેલી ઝડપને ધ્યાને રાખીને ચીન સાથે જોડાયેલી કંપનીઓના પ્રાયોજનની સમીક્ષા માટે બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ છેલ્લીવાર માર્ચના પહેલા અઠવાડિયામાં મેદાન પર ઉતરી હતી.
બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે, અનેક મુદ્દા પર પણ ચર્ચા થશે. આ ઉપરાંત પરિષદમાં બિહાર ક્રિકેટ સંઘથી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે. પરિષદમાં નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કેગ)ની પ્રતિનિધિ અલકા રેહાનીએ બોર્ડને આ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે કે, આ બેઠકમાં માત્ર યોગ્ય પદાધિકારી જ સામેલ થાય.
તેમણે પરિષદના સભ્યોને મોકલેલા ઇ-મેલમાં કહ્યું કે, અધ્યક્ષ અથવા સંયુક્ત સચિવ (જે બીસીસીઆઇના સચિવ પદેથી દૂર થયા બાદ તેની ભૂમિકા નિભાવશે) એ સુનિશ્ચિત કરે કે, શીર્ષ પરિષદની ચોથી બેઠકમાં માત્ર તે સભ્યો ભાગ લે, જે સંવિધાનના અનુસાર તેના પાત્ર છે. બીસીસીઆઇએ સુપ્રીમ કોર્ટથી પોતાના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહના કાર્યકાલને 2025 સુધી વધારવાની માગ કરી છે.