- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ક્રિકેટ ટીમ અંગે આપ્યું નિવેદન
- વિશ્વની ટોપ ટીમમાં પાકિસ્તાન પણ સામેલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
- અમે સારી પ્રતિભાને શોધીશું અને ટીમને આગળ લઈ જઈશુંઃ પાકિસ્તાનના વડાપ્રધાન
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ભારતને જુઓ તે વિશ્વની ટોપ ટીમમાં સામેલ છે. કારણ કે, ભારતે તેના પાયામાં સુધારો કર્યો છે. જો કે, અમારી પાસે વધારે પ્રતિભા છે, પરંતુ કોઈ પણ કામ કરવા અને પ્રતિભાઓને ઓળખવામાં સમય લાગે છે, પરંતુ મને વિશ્વાસ છે કે, પાકિસ્તાનની ટીમ પણ દુનિયાની ટોપ ટીમમાં આવશે.
પાકિસ્તાનના વડાપ્રધાને બાબર આઝમના કર્યા વખાણ
પાકિસ્તાન ક્રિકેટના મુખ્ય સંરક્ષકે જણાવ્યું હતું કે, પોતાના વ્યસ્ત કાર્યક્રમના કારણે તેઓ ક્રિકેટને સમય નથી આપી શકતા. ઈમરાન ખાનની કેપ્ટનશિપ હેઠળ જ પાકિસ્તાને વર્ષ 1992માં વિશ્વ કપ પોતાના નામે કર્યો હતો. પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન ઘણા સમયથી સુધરી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બાબર આઝમના વખાણ કરતા કહ્યું હતું કે, તેઓ કેપ્ટન બનવાને લાયક છે.