- સામાન્ય તાવ આવતા હરમનપ્રીતે કરાવ્યો હતો કોરોના રિપોર્ટ
- કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હરમનપ્રીત હોમ આઈસોલેટ
- ઈરફાન પઠાણે પણ રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ હોવાનું જણાયું
આ પણ વાંચોઃ હૈદરાબાદ FC યુવા ખેલાડીઓ માટે ઑપન ટ્રાયલનું આયોજન કરશે
હૈદરાબાદઃ પાંચ વનડે મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ દક્ષિણ આફ્રિકા સામે લખનઉમાં ટી 20 મેચ રમનારી ખેલાડી હરમનપ્રીત કૌરને સોમવારે સામાન્ય તાવ પછી કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ખેલાડીના નજીકના લોકોએ જણાવ્યું કે, તે ઘરમાં આઈસોલેટેડ છે. હરમનપ્રીતને 4 દિવસથી સામાન્ય તાવ હતો. એટલે તેણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હવે તે ટૂંક જ સમયમાં સાજી થઈને પરત ફશે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ કહ્યું, બાયો બબલમાં રમવું મુશ્કેલ
ઈરફાન પઠાણને પણ કોઈ લક્ષણ ન હોવા છતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે પણ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. ઈરફાને ટ્વિટ કરી જાણ કરી હતી કે, તેને કોઈ પણ લક્ષણ ન હોવા છતાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તે હોમ આઈસોલેટ છે. આ સાથે જ ઈરફાને વિનંતી કરી હતી કે, જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પણ કોરોના રિપોર્ટ કરાવી લે.