હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે.
વર્ષ 2003માં જિમ્બાબ્વે અને કેન્યા સામેની મેચમાં માહીને ઇન્ડિયાની ટીમમાં જગ્યા મળી હતી. આ તકનો ધોનીએ લાભ ઉઠાવ્યો હતો. ત્યાં રમાયેલી 7 મેચમાં 362 રન બનાવ્યા હતા અને સાથે જ વિકેટ કીપિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ દરમિયાન તેમણે 7 કેચ ઝડપી પાડ્યા હતા અને 4 સ્ટપિંગ કર્યા હતા. ધોનીના આ પ્રદર્શનને જોઇ છેલ્લા 6 વર્ષથી વિકેટ કિપર શોધી રહેલી ભારતીય ટીમના સિલેક્ટરનું ધ્યાન મહેન્દ્ર સિંહ ધોની તરફ ખેંચાયું.
- View this post on Instagram
Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired
">
આ રીતે વર્ષ 2004માં ધોનીના સફરની શરૂઆત થઇ હતી. જો કે આ શરૂઆત માટે તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીએ પહેલી તક આપી હતી. ત્યારબાદ ધોનીએ ક્યારેય પણ પાછું ફરીને જોયું નહોતું.
ધોનીએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઇન્ગલેન્ડમાં રમાયેલા વિશ્વકપ-2019ની સેમીફાઇનલ ન્યૂઝીલેન્ડની સામે રમી હતી. ત્યારબાદ આજે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી.