ભારતે રાજકોટમા બાંગ્લાદેશને હરાવી સીરીઝ 1-1થી સરસાઈ કરી.
શ્રેયસ ઐયર ભારતને જીતાડવા આવ્યો મેદાનમાં. ભારતને 40 બોલમાં 21 રનની જરૂર
મોહમ્મદ મિથુને ભારતીય કેપ્ટન રોહિત શર્માનો 85 રન પર કેચ ઝડપી ભારતને બીજો ઝટકો અપાવ્યો છે.
અમીનુલ ઇસ્લામે ધવનને 31 રને બોલ્ટ કરી ભારતને પ્રથમ ઝટકો આપ્યો. જેની સાથે ભારતનો સ્કોર 11મી ઓવરમાં 119 રને 1 વિકેટ થઇ છે. ભારતને હવે જીતવા માટે 54 બોલમાં 35 રનની જરૂર છે.
ભારતે સંગીન શરૂઆત કરતા વિના વિકેટે 114 રન બનાવ્યા છે. જેમાં રોહીત શર્મા 80 અને શીખર ધવન 28 રન સાથે રમી રહ્યાં છે.
![ચહલે બે વિકેટ લીઘી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4992837_m.jpg)
બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 153 રન કર્યા છે અને ભારતને 154 રનનો ટાર્ગેટ આપ્યો છે.
30 રન સાથે રમી રહેલા બાંગ્લાદેશી ટીમના કેપ્ટન મહમ્મદુલ્લાહનો કેચ શિવમ દુબેએ ઝડપીને ભારતીય ટીમને વધુ એક સફળતા અપાવી છે.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 16મી ઓવરમાં આફિફ હુસેનનો કેચ ઝડપી બાંગ્લાદેશ ટીમની ગતીને થંભાવી છે.
ઋષભ પંતે સૌમ્ય સરકારને સ્ટંપ કરીને ભારતને 4થી સફળતા અપાવી.
4 રને રમનાર બાંગ્લાદેશી ખેલાડી રહીમનો કેચ કૃણાલ પંડ્યાએ ઝડપીને ભારતને જીત તરફ આગળ વધાર્યું.
ભારતને મળી બીજી સફળતા, શ્રેયશ ઐયરે મોહમ્મદ નઇમનો કેચ ઝડપી પેવેલીયનનો રસ્તો બતાવ્યો.
ભારતને એક મળી મોટી સફળતા, લિંટન દાસ 29 રને પેવેલીયન પરત ફર્યો. ઋષભ પંતે કર્યો રનઆઉટ.
ઉલ્લેખનીય છે કે, સીરિઝની પ્રથમ મેચ દિલ્હીમાં રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશે ભારતને પ્રથમ વાર 7 વિકેટ હરાવ્યું હતું. મહત્વનું છે કે રોહિત શર્માની આ 100મી T-20 મેચ છે.
નોંઘનીય છે કે, સાંજે 7 વાગ્યાથી મેચનું જીવત પસારણ કરવામાં આવશે.
ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ક્રુનાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે , શાર્દુલ ઠાકુર.
બાંગ્લાદેશ ટીમ: મહમ્મદુલ્લાહ (કેપ્ટન), સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, આફિફ હુસેન, મોસાદદેક હુસેન, અમીનુલ ઇસ્લામ, અબુ હૈદર રોની, લિંટન દાસ, મુશફિકર રહીમ, મોહમ્મદ મિથુન, અરાફાત સની, અલ-અમીન હુસેન, મુસ્તફિઝુર રહેમાન, શફીઉલ ઇસ્લામ અને તૈજુલ ઇસ્લામ