- ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં ટોમ કરનની જગ્યાએ માર્ક વુડનો સમાવેશ કર્યો
- ભારતે કુલદીપ યાદવની જગ્યાએ ટી. નટરાજનનો સમાવેશ કર્યો
- રવિવારની મેચ બન્ને ટીમો માટે નિર્ણાયક સાબિત થશે
હૈદરાબાદ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. જ્યાં મેચની શરૂઆત ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગથી કરી છે.
બન્ને ટીમો માટે 'કરો યા મરો'ની પરિસ્થિતિ
જણાવી દઇએ કે, વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 66 રનથી સફળતા હાંસલ કરી હતી, જ્યારે બીજી મેચમાં ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરી ભારતને 6 વિકેટે પરાજિત કર્યું હતું. આવી સ્થિતિમાં, રવિવારની સ્પર્ધામાં બન્ને ટીમો 'કરો યા મરો'ની પરિસ્થિતિમાં છે. રવિવારની મેચ જીતનારી ટીમ સમગ્ર શ્રેણી પોતાને નામ કરશે.
બીજી મેચમાં ભારતીય બોલકોએ ચાહકોને નિરાશ કર્યા
બીજી મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ ચાહકો અને મેનેજમેન્ટ બન્નેને ખૂબ નિરાશ કર્યા હતા. એક પણ ખેલાડી નિયંત્રણ સાથે બોલિંગ કરતો જોવા મળ્યો ન હતો. જો ટીમે રવિવારે સિરીઝ પોતાને નામ કરવી હોય તો બોલરોએ પોતાની શક્તિ બતાવવી પડશે. તે જ રીતે ટેસ્ટ અને ટી-20 શ્રેણીમાં હાર્યા બાદ ઇંગ્લેંડની નજર વન-ડે શ્રેણી જીતવા પર રહેશે.