બાંગ્લાદેશે 23 બોલ બાકી રહેતા ડકર્વથ લુઈસના નિયમ પ્રમાણે 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવ્યો હતો. બાંગ્લાદેશની તરફથી પરવેઝ હુસૈન ઈમોને 47, કેપ્ટન અકબર અલીએ અણનમ 43 અને તંજીદ હસને 17 રન બનાવ્યા હતા. ભારતની તરફથી રવિ બિશ્રોઈ 10 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સુશાંત મિશ્રા અને યશસ્વી જયસ્વાલને 1 વિકેટ મળી હતી.
ભારતે અંડર 19ની ફાઇનલમાં બાંગ્લાદેશને 178 રનું લક્ષ્યાંક આપ્યું હતું. ફાઇનલમાં મેચમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યાં હતા. ભારતીય ટીમ 47.2 આવરમાં 177 રન બનાવી ઓલઆઉટ થઇ હતી.
બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. ભારત તરફથી યશસ્વીએ 88 રન ફટકાર્યા હતા. દિવ્યાંશ સક્સેનાએ 17 બોલમાં 2 રન બનાવી આઉટ થયો હતો. તિલક વર્મા 65 બોલમાં 38 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન પ્રિયમ ગર્ગે 7 રન બનાવ્યા હતા. વિકેટકીપર ધ્રુવે 22 રન બનાવ્યા હતા. ભારતના 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. બાંગ્લાદેશ તરફથી દાસે 3 વિકેટ ઝડપી હતી.
નોંધનીય છે કે, ભારતે 2018માં પૃથ્વી શોની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં હરાવ્યું હતું.